મહત્વપૂર્ણ નિર્ણય: ગુજરાતમાં વર્ષ 2006 પહેલા નિમણૂંક પામેલા તલાટીઓ માટે સારા સમાચાર

હવે તલાટીઓને બાંહેધરી આપવાની રહેશે નહીં, તેમજ વર્ષ ૨૦૦૬ની ફિક્સ પગારની નીતિ પહેલાના સીધી ભરતીના તલાટી કમ મંત્રીશ્રીઓને તારીખ ૦૧-૦૪-૨૦૧૯ થી એરિયસ નો લાભ મળશે.

મહત્વપૂર્ણ નિર્ણય: ગુજરાતમાં વર્ષ 2006 પહેલા નિમણૂંક પામેલા તલાટીઓ માટે સારા સમાચાર

ગાંધીનગર: ચૂંટણીના વર્ષમાં રાજ્ય સરકાર કોઈને નિરાશ કરવા માંગતી નથી, ત્યારે વર્ષ 2006 પહેલા નિમણૂક પામેલા તલાટીઓ માટે એક ખુશખબર સામે આવ્યા છે. વર્ષ 2006 પહેલાં સીધી નિમણૂક પામેલા તલાટીઓને હવેથી બાંહેધરીમાંથી મુક્તિ અપાઈ છે. 5 વર્ષની સેવા બદલીની બાંહેધરીમાંથી મુક્તિ અપાઈ છે. પગાર ધોરણ નિવૃતિ લાભો માટે એફિટેવિટ શરત દૂર કરવામાં આવી છે. એટલું જ નહીં, તલાટીઓને 1/04/2019થી એરિયસનો લાભ મળશે. 

આ વિશે વિગતવાર જણાવીએ તો, વર્ષ ૨૦૦૬ પહેલાના સીધી ભરતી થી નિમણૂક પામેલ તલાટી કમ મંત્રીશ્રી, વર્ગ ૩  સંવર્ગના કર્મચારીઓની ફિક્સ પગારની (૦૫) પાંચ વર્ષની સેવા, બદલી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તથા નિવૃત્તિ વિષયક લાભોના પંચાયત વિભાગના તારીખ ૧૬-૦૯-૨૦૨૨ ના ઠરાવ માંથી બાંહેધરી એફિડેવીટની શરત દૂર કરવામાં આવેલ છે.

હવે તલાટીઓને બાંહેધરી આપવાની રહેશે નહીં, તેમજ વર્ષ ૨૦૦૬ની ફિક્સ પગારની નીતિ પહેલાના સીધી ભરતીના તલાટી કમ મંત્રીશ્રીઓને તારીખ ૦૧-૦૪-૨૦૧૯ થી એરિયસ નો લાભ મળશે.
 
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news