મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બંગાળમાં ગુજરાત ભાજપના નેતાઓને મળી મહત્વની જવાબદારી
આ વખતે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બંગાળના રાજકારણમાં પણ ગુજરાત મોડેલ જોવા મળશે.
Trending Photos
કિંજલ મિશ્રા/અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તૈયારી શરૂ કરી દેવામા આવી છે. જો કે લોકસભા પહેલા રાજસ્થન, મઘ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સાથે બંગાળ પર પણ ભાજપની નજર છે. ભાજપે તેનો એક્શન પ્લાન પણ જાહેર કરી દીધો છે. આ રાજ્યોમાં ગુજરાત ભાજપના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને સીધી જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થતો આવ્યો છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આક્રમક મૂળમાં આવી હતી અને ભાજપને ટક્કર આપી હતી. તેમછતાં ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા બચાવવામાં સફળ રહી હતી. ત્યારે આગામી દિવસોમા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ગુજરાત પ્રદેશના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને પણ સીધી જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પશ્ચિમ બંગાળમાં પણ ભારતીય જનતા પાર્ટી સક્રિય છે.
મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની નજર છે. તેથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ બંગાળના પ્રવાસે જતા રહેતા હોય છે. આગામી દિવસોમાં ભાજપ દ્વારા બંગાળમાં એક મહાયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા 15 દિવસ ચાલશે. ગુજરાત ભાજપના નેતા અમિત ઠાકરને આ યાત્રાના ઈન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. તો તેની સાથે પ્રદીપ સિંહ વાઘેલા અને પૃથ્વીરાજ ચૌહાણની સહ ઈન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આ સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી છે. આ બંન્ને રાજ્યોમાં ભાજપની સરકાર છે. રાજસ્થાનની ચૂંટણી માટે ઉત્તર-દક્ષિણ ઝોનના કાર્યકર્તાઓની પસંદગી કરવામાં આવી છે. તો મધ્યપ્રદેશની જવાબદારી મધ્ય તથા દક્ષિણ ઝોનના કાર્યકર્તાઓને આપવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે