દેવભૂમિ દ્વારકા પોલીસનું મહત્વનું કદમ; તમામ ફીશિંગ બોટને એક ખાસ QR કોડથી સાંકળી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં QR કોડ સ્કેનર વડે ફિશીંગ બોટ નુ આઇડેન્ટીફિકેશન કરી કોસ્ટેલ સિક્યુરિટીને વધુ સુદ્રઢ બનાવતી દેવભૂમિ દ્વારકા પોલીસ. આજરોજ સલાયા બંદર ખાતે જિલ્લા ASP રાઘવ જૈન ના હસ્તે 601, ફિશીંગ બોટને QR કોડ સિસ્ટમ થી અપડેટ કરવામાં આવી.

દેવભૂમિ દ્વારકા પોલીસનું મહત્વનું કદમ; તમામ ફીશિંગ બોટને એક ખાસ QR કોડથી સાંકળી

ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો વિશાળ અને ખૂબ જ સંવેદનશીલ બની રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા ટેકનોલોજી સાથે કદમ મિલાવીને જિલ્લામાં રહેલી તમામ ફીશિંગ બોટને એક ખાસ QR, કોડ મારફતે સાંકળી લઇ, સુરક્ષા તેમજ સલામતી તરફ મહત્વનું પગલું માંડ્યું છે. રાજ્યમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ દેશદ્રોહી પ્રવૃત્તિઓ તેમજ હેરાફેરીના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા હતા. 

આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં આ અંગે મહત્વના પગલાંઓ લેવામાં આવ્યા છે. જિલ્લાની કોસ્ટલ સિક્યુરિટી વ્યવસ્થાના મહત્વના મુદ્દે પોલીસ તંત્ર દ્વારા જિલ્લાના દરિયામાં માછીમારી કરતા ફિશિંગ બોટના સંચાલકો માટે ખાસ QR કોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

આ અંગેની માહિતી આપતા એ.એસ.પી. રાઘવ જૈનએ જણાવ્યું હતું કે દરિયાઈ સુરક્ષાના હેતુથી જિલ્લા પોલીસ દ્વારા ઓપરેશન "ટિક" (TICK)નું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેસિંગ આઇડીફીકેશન બારકોડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા સહિતના તમામ દરિયાઈ વિસ્તારોમાં ફિશિંગ માટે જતી માછીમારી બોટમાં QR કોડ લગાવવામાં આવશે.આ QR કોડમાં દરેક બોટના માલિકનું નામ, રજીસ્ટ્રેશન નંબર મોબાઈલ નંબર, સહિતની પ્રાથમિક વિગતો વિગેરે વિગત પ્રાપ્ય બની રહેશે.

તેમજ આ સ્કેનર ઓફ લાઇન પણ ચાલી શકશે. જેના કારણે મધદરિયે ક્યાંય પણ બોટ જાય તો અહીં ઇન્ટરનેટ વગર બોટને લગતી તમામ માહિતી મળી રહે.મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી, સહિતની સરકારી એજન્સીઓ આ QR કોડના સ્કેનર મારફતે બોટને લગતી તમામ માહિતી મેળવી શકાશે.આ સ્કેનર સાથે પોલીસ દ્વારા લોકલ સ્ટેમ્પ પણ લગાવવામાં આવશે.જેના કારણે કોઈ પણ દુર્ઘટના કે બીન વારસુ બોટ તેમજ શંકાસ્પદ હિલચાલ સહિતની માહિતી આ સિસ્ટમથી પોલીસ ને મળી રહેશે. 

આ અંગેની વધુ વિગત આપતા એ.એસ.પી. જૈનએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ દરિયાઈ વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં ફિશિંગ બોટ ચાલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં સંભવતઃ દરેક માછીમારી બોટ પર આ પ્રકારના QR કોડ લગાવવામાં આવશે. જે સામાન્ય વાહનના નંબર પ્લેટની જેમ કામ કરશે.આમ, આ નવી QR કોડ, સ્કેનર તેમજ લોકલ સ્ટેમ્પની સિસ્ટમથી પોલીસ ઉપરાંત અન્ય તપાસ એજન્સીઓને પણ ગેરકાયદેસર રીતે દરિયાઈ ગતિવિધિઓ તેમજ હેરાફેરીના બનાવ ઉપર કાબુ મેળવવામાં સહાયતા મળી રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news