shortage of teachers in Devbhoomi Dwarka district
Devbhoomi Dwarka: પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ સક્રિય 'બિચ્છુ ગેંગ' વિરુદ્ધ કાર્યવાહી થયા બાદ કિશનભા ભાવુભા માણેક (જોધાણી) અને મેહુલભાઈ ઉર્ફે ભુરો કમલેશભાઈ પરમારની સિન્ડિકેટ હેઠળ આ નવી 'મહાકાલ ગેંગ' કાર્યરત થઈ હતી.
Gujarat Rain Forecast: અરબ સાગરમાં સક્રિય શક્તિ વાવાઝોડું હવે નબળું પડ્યું છે. ચક્રવાત શક્તિ દ્વારકા-નલિયાથી 900 કિમી દૂર છે. ચક્રવાતમાંથી આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, આ ચક્રવાતની અસરથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આ ચક્રવાતના કારણે 10 ઓક્ટોબર સુધી વરસાદ વરસી શકે છે.
Devbhoomi Dwarka:કલ્યાણપુર ગામના લાંબા ગામે કરુણ ઘટના. એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર. પ્રાથમિક માહિતી મુજબ મૃતક વ્યક્તિ લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીથી પીડિત હતા. પરિવારના સભ્યો મૃતકની લાંબી બીમારી અને તેની પીડાથી કંટાળી ગયા હોવાના સામે આવ્યું.
Ambalal Ni Agahi: અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિ વાવાઝોડું નબળું પડ્યું. વાવાઝોડાની અસરથી ભેજવાળા પવનો અમદાવાદ સુધી આવી પહોંચ્યા છે. જેથી અમદાવાદમાં 4 દિવસ સુધી ઝાપટાંની વકી છે. ગુજરાતના અનેક જિલ્લાઓને આજે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. હજુ 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દ્વારકાના ખંભાળિયામાં ઈદના જુલુસ દરમિયાન મુસ્લિમોએ પેલેસ્ટાઈનના ઝંડા લહેરાવ્યા હતા. ઉશ્કેરણીજનક નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. ઈરાદાપૂર્વક આ કૃત્ય કરનાર આમદ અબ્દુલ રખડાની ધરપકડ કરવામાં આવી. સવાલો ઉઠ્યા કે આ શાંતિનો ભંગ નથી? ગુજરાતમાં કેમ પેલેસ્ટાઈન પ્રેમ પહોંચ્યો છે...વધુ વિગત જાણવા જુઓ વીડિયો
Shakti Cyclone: હવામાન વિભાગ તરફથી પ્રાપ્ત થયેલી નવીનતમ માહિતી અનુસાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલું 'શક્તિ' વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી નોંધપાત્ર રીતે દૂર ફંટાઈ ગયું છે. હાલમાં આ વાવાઝોડું દ્વારકાથી લગભગ 640 કિલોમીટર પશ્ચિમ દિશામાં કેન્દ્રિત છે, જેના કારણે દ્વારકા જિલ્લા પરથી સંકટ ટળ્યું છે અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Shakti Cyclone: ગુજરાત પર ફરી એકવાર અરબી સમુદ્રમાં સક્રિય થયેલા 'શક્તિ' વાવાઝોડા નું સંકટ મંડરાઈ રહ્યું છે. ચોમાસાની ઋતુ વિદાય લઈ રહી છે, ત્યારે જ આ શક્તિશાળી વાવાઝોડાના સંકેત મળ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ આ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે અને લોકોને જન-ધન કાળજી રાખવા ચેતવ્યા છે. તેમના મતે, 'શક્તિ' વાવાઝોડાને ઓછું આંકવાની જરૂર નથી, કારણ કે તે મોટું નુકસાન પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
Paresh Goswami Prediction: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. અરબ સાગરમાં હાલ એક શક્તિ વાવાઝોડું બન્યું છે જેને શ્રીલંકા તરફથી શક્તિ નામ આપવામાં આવેલું છે જે વાવાઝોડું આગળ જતાં વધુ મજબૂત બને તેવી સંભાવનાઓ છે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે પણ 5 ઓક્ટોબરે યુ ટર્ન મારી અને ગુજરાત તરફ આવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે.
Cyclone Shakti Gujarat: હવામાન વિભાગ મુજબ 'શક્તિ' વાવાઝોડું વધુ 'શક્તિશાળી બન્યું છે. ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર સક્રિય થયેલું "શક્તિ" વાવઝોડું 18 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે.
Gujarat Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'શક્તિ' હવે વધુ તીવ્ર બની ગયું છે, જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. હવામાન નિષ્ણાતો આ વાવાઝોડાની ગતિવિધિ પર સતત નજર રાખી રહ્યા છે. 'શક્તિ' વાવાઝોડું સિઝનનું પ્રથમ ભીષણ વાવાઝોડું છે, અને તેના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર સજ્જ છે.
Gujarat Shakti Cyclone: અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન 'શક્તિ'ની તીવ્રતામાં વધારો થતા ગુજરાત પર વધુ એક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાની સંભવિત અસર અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓમાન તરફ જઈ રહેલું વાવાઝોડું રિકવર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા છે.
Devbhoomi Dwarka flooded after heavy rain: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
આ સપ્તાહે સાતમ-આઠમના તહેવારની ઉજવણી કરવામાં આવશે. રજાઓને કારણે લોકો મોટી સંખ્યામાં ફરવા તથા મંદિરોમાં દર્શન કરવા માટે જતાં હોય છે. દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થવાની છે. ત્યારે દ્વારકા જતાં ભક્તોને ટ્રાફિકમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વાહન પાર્કિંગ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ, ધોધમાર વરસાદથી ભદ્રકાળી વિસ્તારમાં ભરાયા પાણી...
Restrictions on movement of people on 21 uninhabited islands of Devbhoomi Dwarka
ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત બાદ આજે સવારથી ગુજરાતના સરહદી જિલ્લાઓમાં શાંતિ જોવા મળી હતી. પરંતુ સાવચેતીના ભાગરૂપે દ્વારકા જિલ્લામાં મહત્વનો નિર્ણય લેવાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હવે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના સાત ટાપુઓ પર બુલડોઝર ફરી મળ્યું છે. જ્યાં દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે.
જન્માષ્ટમીને લઇને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને ભક્તો અહીં આવે એટલે તેઓ બેટ દ્વારકા અચૂક જતા હોય છે. એવામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરદર્શન સેતુ પર ભારે વાહનો માટે નો-એન્ટ્રી કરી દેવાઇ છે.
ભાણવડ તાલુકાનું શેઢાખાઈ ગામમાં રહેતા 24 વર્ષીય યાજ્ઞિક લક્ષ્મીદાસ દુધરેજીયા નામના યુવકે આજથી દોઢેક વર્ષ પહેલા શેઢાખાઈ ગામના જ ઈશા અબુ દેથાની પુત્રી રઝમા નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થતાં બન્નેએ ઘરેથી ભાગી પ્રેમ લગ્ન કરી ગામથી અન્ય જગ્યાએ રહેવા ચાલ્યા ગયા હતા.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે. માત્ર 149 દિવસમાં જ સુદર્શન બ્રિજના રોડમાં સળિયા દેખાવા લાગતાં ભ્રષ્ટાચારને ઢાંકવા તંત્ર દોડતું થયું અને થીગડાં મારવામાં આવ્યાં છે.