ગુજરાતમાં ગે પણ સલામત નથી! યુવાનને એકાતમાં મળવા બોલાવ્યો અને પછી જે ચાલુ થયું...
શહેરમાં બે બાળકોના પિતાને ઓનલાઈન ગે ચેટિંગ એપ પર મિત્રતા કરવી ભારે પડી હતી. ઓનલાઈન મિત્રતા કરી એક ટોળકીએ ફરિયાદીને મળવા બોલાવ્યો બાદમાં કેટલાક શખ્સોએ માર મારી લૂંટી લીધો એટલું જ નહિ પણ ઓનલાઈન ₹ 1 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જો કે પોલીસની ચપળતાથી ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા.
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ : શહેરમાં બે બાળકોના પિતાને ઓનલાઈન ગે ચેટિંગ એપ પર મિત્રતા કરવી ભારે પડી હતી. ઓનલાઈન મિત્રતા કરી એક ટોળકીએ ફરિયાદીને મળવા બોલાવ્યો બાદમાં કેટલાક શખ્સોએ માર મારી લૂંટી લીધો એટલું જ નહિ પણ ઓનલાઈન ₹ 1 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. જો કે પોલીસની ચપળતાથી ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા.
પોલીસ કસ્ટડીમાં રહેલા શખ્સો પર પૈસા પડાવવાનો આરોપ લાગ્યો છે. આ ગેંગ સભ્યો કોઈ કામધંધો ન કરતા હોવાથી આ પ્રકારે કમાણી શરૂ કરી હતી. લોકોને ધમકાવવાનો અને પૈસા પડાવવાનો ખેલ કરતા હતા. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી પણ ખૂબ અલગ પ્રકારની હતી. જેથી કોઈ પોલીસ ફરિયાદ પણ કરવાં ના જાય. મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આરોપીઓ પહેલા ગે ચેટિંગ એપથી સમલૈંગિક યુવકોને રિકવેસ્ટ મોકલતા હતા. બાદમાં વાતચીત કરી મિત્રતા કેળવતા અને પછી તેના નગ્ન તસ્વીરો મંગાવતા હતા અને પછી પરિવારને જાણ કરી દેવાનો ડર દેખાડીને પૈસા પડાવતા હતા.
(ઝડપાયેલા આરોપીઓ)
આરોપીઓમાંથી એક વ્યક્તિ જે તે સમલૈંગિક યુવકનો સંપર્ક કરી મળવા બોલાવતો. ત્યાર બાદ તેના અન્ય મિત્રોસાથે મળી એકાંત જગ્યા પર જેવો વ્યક્તિ પહોંચે કે તુરંત જ તેઓને માર મારી પૈસાની માંગણી કરતા હતા. બળજબરી પુર્વક જો પૈસા ન આપે તો તેની પાસે ડિજિટલ પેમેન્ટ પણ કરાવતા હતા. હાલ બે લોકો ભોગ બનનાર સામે આવ્યા છે. જેમાં એક પાસે ₹1 લાખ અને અન્ય પાસે ₹50 હજારથી વધુની રકમ આરોપીઓએ પડાવી લીધી હતી. પોલીસને હકીકત ધ્યાને આવતા ચપળતાપૂર્વક કામ કર્યું અને આરોપીઓને પકડવા. ટેક્નિકલ સર્વેલ્ન્સ આધારે ફરિયાદીના રૂપિયા કોના એકાઉન્ટમાં ગયા છે તે તપાસી આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસનું માનવું છે કે આરોપીઓ એવું માનતા કે સમલૈંગિક વ્યક્તિઓ બદનામીના ડરથી કોઈ ફરિયાદ નથી કરવાનું.
જો કે ઘાટલોડિયાના યુવકે હિંમત કરી અને ફરીયાદ કરતા આરોપીઓની કરતૂત સામે આવી હતી. ફરિયાદ થતા જ આરોપીઓ ઝડપાઇ ગયા હતા. પકડાયેલ તમામ આરોપીઓ મોજશોખ માટે આ રીતે અનેક લોકો પાસે પૈસા પડાવી ચુક્યા છે. આશરે દસેકથી વધુ ભોગ બનનાર હોવાનું સામે આવ્યું છે. જે તમામ લોકોને ફરિયાદ કરવા સંપર્ક કરી આવી ટોળકીને જેલ હવાલે કરવાનું કામ પોલીસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે