અમદાવાદમાં માસ્ક નહી પહેર્યું હોય તો થશે ટેસ્ટ, પોઝિટિવ આવશે તો હોસ્પિટલ, નેગેટિવ આવે તો દંડ

 શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી ચુક્યું છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા માટે આજે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારથી શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઇ રહ્યા છે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા જ હોસ્પિટલ ભેગા કરવામાં આવશે. નેગેટિવ આવે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવશે. 
અમદાવાદમાં માસ્ક નહી પહેર્યું હોય તો થશે ટેસ્ટ, પોઝિટિવ આવશે તો હોસ્પિટલ, નેગેટિવ આવે તો દંડ

અમદાવાદ : શહેરમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી ચુક્યું છે. શહેરમાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા માટે આજે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારથી શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઇ રહ્યા છે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા જ હોસ્પિટલ ભેગા કરવામાં આવશે. નેગેટિવ આવે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવશે. 

7 ઝોનમાં એએમસીની 200 ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીને ગંભીરતાથી ન લઇને માસ્ક મુદ્દે બેદરકાર રહેલા લોકોને સીધા કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ખા કાર્યવાહી કરી રહી છે. માસ્ક ન પહેરા હોય તેવા તમામ લોકોને અટકાવીને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રેપિડ ટેસ્ટ દરમિયાન જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને તુરંત જ હોસ્પિટલ દાખલ કરવામાં આવી રહ્યા છે. જ્યારે પોઝિટિવ આવે તો દંડ વસુલવામાં આવી રહ્યા છે. 

આ ઉપરાંત વિવિધ યુનિટની પણ મુલાકાત લેવામાં આવી રહી છે. જો યુનિટ પર કોઇ માસ્ક પહેર્યા વગરનું જોવા મળશે તો તત્કાલ તે યુનિટ પણ સિલ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ નહી જળવાય તો યુનિટને સિલ કરવામાં આવશે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 46,268 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દિવાળીના તહેવાર દરમિયાન શહેરની બજારોમાં ભીડ જામી હતી. જે બાબતે સરકારે આંખ આડા કાન કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news