સુરતમાં સાયકલ ચાલક આધેડને ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

બેખોફ થઇને મનફાવે તેવી રીતે ગાડી હંકારતા ચાલકોનાં કારણે અનેક નિર્દોષ વ્યક્તિઓનાં જીવન તેમાં હોમાઇ ચુક્યા છે. કાર ચાલકોની બેદરકારીના કારણે અવારનવાર હીટ એન્ડ રનની ઘનટાઓ સુરત શહેરમાં બનતી રહે છે. તેવામાં સુરતમાં વધારે એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 

Updated By: Nov 30, 2020, 08:58 PM IST
સુરતમાં સાયકલ ચાલક આધેડને ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત

સુરત : બેખોફ થઇને મનફાવે તેવી રીતે ગાડી હંકારતા ચાલકોનાં કારણે અનેક નિર્દોષ વ્યક્તિઓનાં જીવન તેમાં હોમાઇ ચુક્યા છે. કાર ચાલકોની બેદરકારીના કારણે અવારનવાર હીટ એન્ડ રનની ઘનટાઓ સુરત શહેરમાં બનતી રહે છે. તેવામાં સુરતમાં વધારે એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. 

હજીરા વિસ્તારમાં લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ગેટ નજીક એક હીટ એન્ડ રનની ઘટના બની હતી. સાયકલ લઇને રસ્તો ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને અજાણી કારે અડફેટે લીધા હતા. જેના પગલે ઘટના સ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જો કે આ હીટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસે તપાસ આદરી છે. 

હજીરા એલ એન્ડ ટી કંપનીના ગેટ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા મુળ બિહારના વતની તપોવસ સોસાયટીમાં રહેતા રામ નિહોર સોનેવાલ ઠાકુર સાયકલ લઇને નિકળ્યાં હતા. રાત્રીના સમયે તેઓ એક રસ્તો ક્રોસ કરીને ડિવાઇડરથી બીજી રતફ જઇ રહ્યા હતા. દરમિયાન એક કાર ચાલકે તેને અડફેટે લીધા હતા. જેના કારણે ઘટાન સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube