રાજકોટ: પોતાના પ્રેમીના ધંધા માટે યુવતીએ પોતાનાં જ ઘરમાં રચ્યું ચોરીનું તરકટ અને

શહેરમાં પ્રેમિકાએ પોતાના પ્રેમીના ધંધા માટે પોતાના જ ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સાડા સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. 

Updated By: Nov 30, 2020, 08:54 PM IST
રાજકોટ: પોતાના પ્રેમીના ધંધા માટે યુવતીએ પોતાનાં જ ઘરમાં રચ્યું ચોરીનું તરકટ અને

રાજકોટ : શહેરમાં પ્રેમિકાએ પોતાના પ્રેમીના ધંધા માટે પોતાના જ ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઇમબ્રાંચ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉપરાંત સાડા સાત લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે. 

રાજકોટ શહેરમાં પ્રેમિકા દ્વારા પોતાનો પ્રેમી ધંધામાં સેટ થઇ જાય તે માટે પોતાના જ ઘરમાં ચોરીનું તરકટ રચી નાખવામાં આવ્યું હતું. રેલવે નગરમાં આવેલા રામેશ્વર પાર્કમાં શેરીનંબર 2માં રહેતા ફ્રાન્સિસ ભાઇએ પોતાનાં ઘરમાં રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 7.30 લાખની મતાની ચોરી થઇ હોવાની ફરિયાદ દાકલ કરી હતી. આ મુદ્દે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ હાથ ધરી હતી. જો કે ચોરી દરમિયાન ઘરનો દરવાજો તુટ્યો નહોતો જેના કારણે પોલીસને ઘરની જ કોઇ વ્યક્તિ હોવાની આશંકા હતી. 

જેથી પોલીસ દ્વારા ઘરનાં તમામ સભ્યોની તપાસ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીની જ દિકરી પ્રિયાંશી અને તેના પ્રેમી પાર્થ ભટ્ટ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પ્રેમીની કબુલાત અનુસાર ઘરનાં તમામ લોકો બહાર ગયા હતા ત્યારે તેની પ્રેમિકાએ તેને કહ્યું તે અનુસાર તેણે ચોરી કરી હતી. રિયાંશી અને પાર્થ લિવ ઇનમાં રહે છે. જો કે બંન્ને જોબ પ્લેસમેન્ટની એજન્સી ખોલવા માંગતા હોવાના કારણે તેમણે આ સમગ્ર તરકટ રચી કાઢ્યું હોવાનું સામે આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube