RCC રોડ બન્યાના ગણત્રીના દિવસોમાં મોટા મોટા ખાડા, વેપારીઓએ કહ્યું આના કરતા માટીનો રોડ બનાવ્યો હોત તો સારૂ
શહેરમાં માત્ર થોડા દિવસો પહેલા જ બનેલ RCC રોડમાં મોટા ખાડા પડતા વેપારીઓનો તંત્ર ઉપર ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ અને રોડનું લેબોરેટરી ટેસ્ટ કરવાની માંગ સાથે ભ્રષ્ટ્રાચારનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો. જેતપુરના હર્દ સમા અને વેપાર માટેનો મુખ્ય વિસ્તાર એટલે કણકિયા પ્લોટ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ બનેલા RCC રોડ તૂટવાનું શરુ થયું છે. રોડમાં ખાડા અને ઠેર ઠેર જગ્યાએ ઉખડી જતા રોડમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થયો હોય તેવો ખુલો આક્ષેપ અહીંના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
Trending Photos
નરેશ ભાલિયા/જેતપુર : શહેરમાં માત્ર થોડા દિવસો પહેલા જ બનેલ RCC રોડમાં મોટા ખાડા પડતા વેપારીઓનો તંત્ર ઉપર ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ અને રોડનું લેબોરેટરી ટેસ્ટ કરવાની માંગ સાથે ભ્રષ્ટ્રાચારનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો. જેતપુરના હર્દ સમા અને વેપાર માટેનો મુખ્ય વિસ્તાર એટલે કણકિયા પ્લોટ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ બનેલા RCC રોડ તૂટવાનું શરુ થયું છે. રોડમાં ખાડા અને ઠેર ઠેર જગ્યાએ ઉખડી જતા રોડમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થયો હોય તેવો ખુલો આક્ષેપ અહીંના વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
આ વિસ્તારનો મુખ્ય રોડને RCC રોડ બન્યાને માત્ર થોડા દિવસમાં આ રોડ જ્યાંથી શરૂ થાય છે અને જ્યાં પૂરો થાય છે અને વચ્ચે જ્યાં જોવો ત્યાં ખાડા પડી ગયા છે, સાથે જ ઉખડવા લાગ્યો છે. ખાડા પડતા જ અહીં સ્પષ્ટ રીતે જ જોવા મળે છે કે અહીં રોડ બનવવા માટે જે મટીરીયલ અને સિમેન્ટ વપરાવી જોઈ તે વપરાણી નથી. રોડ બનવવામાં ખુબ જ નબળું મટીરીયલ વાપરીને રોડ બનાવવામાં ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે. જેને લઈને અહીંના વેપારીઓએ રોડનું લેબોરેટરી ટેસ્ટિંગ કરીને તપાસની માગ કરી છે.
KUTCH માં માણસ કરતા પશુ વધારે પરંતુ હવે આવી છે ખુબ જ ગંભીર સ્થિતિ
અહીં ગત વર્ષે નગરપાલિકા દ્વારા રોડ રીપેરીંગ કરવાનું શરૂ કરેલ હતું. જેનો વેપારીઓએ વિરોધ કરીને નવો રોડ બનવાવા માટેની માંગ કરેલ હતી. જેના અનુસંધાને જેતપુર નગરપાલિકા દ્વારા અહીં નવો RCC રોડ બનવવામાં આવ્યો છે. જેનું કામ હજુ થોડા દિવસો પહેલા જ પૂરું થયું છે. ત્યાં જ ઠેર ઠેર જગ્યાએ તૂટી જતા વેપરીઓમાં રોષ જોવા મળ્યો છે. રોડની લેબોરેટરી કરીને કડક તપાસ સાથે ભ્રષ્ટ્રાચારી સામે કડક પગલાંની માગ કરી છે.
જેતપુરના કણકીયા પ્લોટ વિસ્તારમાં ખુલ્લે આમ દેખાતા આ રોડના ખાડા કહી રહ્યાં છે કે અહીં રોડ બનવાના મટીરિયલમાં ભ્રષ્ટ્રાચાર થયો છે. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું કે, આ રોડમાં ક્ષતિ હોવાની ફરિયાદ મળતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે,અને અમારા એન્જીનિયરને આ બાબતે તપાસ કરી અને અહેવાલ રજૂ કરવા કહ્યું છે,સાથે જ કણકીયા પ્લોટ વાળા રોડમાં અમને પણ સંતોષ નથી એટલા માટે જ તપાસ સોંપવામાં આવેલ છે,અને નોટિસ આપી છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો માત્ર અહીં તપાસનું નાટક કરતા હોય તેવું લાગી રહ્યું છે. રોડ રસ્તા એ વિકાસના મુખ્ય કામો છે ત્યારે મોટો ભ્રષ્ટ્રાચાર પણ અહીં જોવા મળે છે ત્યારે સરકારે વિકાસના કામોમાં ભ્રષ્ટ્રાચાર કરતા લોકો સામે કડક પગલાં લઈને ખરા અર્થમાં વિકાસના સૂત્રને સાર્થક કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે