વડોદરા: વાસેફાને તેના દિયરે કહ્યું ભાભી ચિંતા ન કરો ભાઇએ જ કહ્યું છે હું તમને ખુબ મજા કરાવીશ

એક પરણિત મહિલા દ્વારા પોતાના જ પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. વડોદરામાં સોફ્ટવેર ડેવલપર યુવતીએ પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, મારો પતિ મારુ જીવન બરબાદ કર્યા બાદ તે ઓસ્ટ્રેલિયા ભાગી જવાની ફિરાકમાં છે. મહિલા સહિત અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો ધરાવે છે. દિયરની છેડતી કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 

Updated By: Jan 31, 2021, 12:05 AM IST
વડોદરા: વાસેફાને તેના દિયરે કહ્યું ભાભી ચિંતા ન કરો ભાઇએ જ કહ્યું છે હું તમને ખુબ મજા કરાવીશ

વડોદરા : એક પરણિત મહિલા દ્વારા પોતાના જ પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. વડોદરામાં સોફ્ટવેર ડેવલપર યુવતીએ પરિણીતાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું કે, મારો પતિ મારુ જીવન બરબાદ કર્યા બાદ તે ઓસ્ટ્રેલિયા ભાગી જવાની ફિરાકમાં છે. મહિલા સહિત અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો ધરાવે છે. દિયરની છેડતી કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 

વડોદરા : ગ્લોબલ ડિસ્કવરી અને સંત કબીર સ્કુલને વાલીઓ પાસેથી ઉઘરાવેલી ફી પરત કરવા આદેશ

મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર વડોદરાના રાવપુરા વિસ્તારમાં વાસેફા (નામ બદલ્યું છે)બીસીએ અને ડિપ્લોમાં સોફ્ટવેર મેનેજમેન્ટ સુધીનો અભ્યાસ કર્યો છે. તેના લગ્ન 2019માં અમદાવાદ વટવામાં આવેલા સિલિકોન વેલીમાં રહે અને નેક્સાના કટારિયા મારૂતિના શો રૂમમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા આકીબખાન ઇનાયતખાન પઠાણ સાથે થયા હતા. લગ્નના છ દિવસ બાદ પતિએ ત્રાસ આપ્યો હતો. મોડે આવતો હતો. પત્નીએ પુછતા તેણે કહ્યું મારો સમય આવો જ રહેશે. પસંદ હોય તો રહે નહી તો જતી રહે. તે અનેક યુવતીઓ સાથે સંબંધ હતા. 

દુર્ભાગ્ય: રામોલમાં મહિલાનું પર્સ લૂંટીને ભાગ્યા તો સામે જ પોલીસની બાઇક હતી, હસીહસીને પેટ દુ:ખી જશે

આ અંગે સાસરીયાઓને ફરિયાદ કરતા સાસરીયાએ કહ્યું કે, તે રૂપાળો છે તો પરિઓ સાથે રમત તો કરશે જ તને ગમે તો રહે નહી તો તલાક આપીને જતી રહે. જો કે તેના દિયરે આ ઘટના બાદ છેડતી કરી હતી. દિયર વારંવાર કહેતો હતો કે મારો ભાઇ ન હોય તો શું થયું ભાભી હું તો છુંને. તમને દુખી નહી થવા દઉં. આ પ્રકારે ભાભીની છેડતી કરી હતી. આખરે કંટાળેલી યુવતીએ પોતાનાં પતિ અકીબખાન ઇનાયતખાન પઠાણ, સાસુ વાહિદાબાનુ, સસરા ઇનાયતખાન, જુહાપુરા અમદાવાદ રહેતા કાકા સસરા નાસીરખાન પઠાણ, કાકી સાસુ નાઝનીન, દિયર અર્ષિલ ખાન પઠાણ અને મહેસાણા ખાતે રહેતા જેઠ અક્રમ ખાન પઠાણ સામે ફરિયાદ દાખલ કરાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube