વડોદરામાં ઉમેદવારે વિચિત્ર રીતે ભર્યું ફોર્મ, એટલા નાણા આપ્યા કે ચૂંટણી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

Updated By: Feb 6, 2021, 05:22 PM IST
વડોદરામાં ઉમેદવારે વિચિત્ર રીતે ભર્યું ફોર્મ, એટલા નાણા આપ્યા કે ચૂંટણી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

* ત્રણ હજારના સિક્કા ડીપોઝીટ તરીકે કર્યા જમા
* ત્રણ હજારના સિક્કા જોઈ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા
* લોકોના આશિર્વાદ રૂપે સિક્કા મળ્યા છે, જે ડીપોઝીટ રુપે ભર્યા

વડોદરા : હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. તમામ પક્ષો પોતપોતાની રીતે સંભવિત ઉમેદવારોને બજારમાં ઉતારી રહ્યા છે. શક્ય તેટલા મહત્તમ ઉમેદવારો જીતે તે માટે તમામ પક્ષો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. જો કે તેવામાં ભાજપની નવી ફોર્મ્યુલાના કારણે ભાજપમાં ઘણો અસંતોષ જોવા મળી રહ્યો છે. તો કોંગ્રેસમાં પણ સ્થિતી તેવી જ છે. તેવામાં કેટલાક અસંતોષી ઉમેદવારો પાર્ટી વિરુદ્ધ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વધારે રોચક બનશે તેવી શક્યતા છે. 

ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર નક્કી, પાટીદારોએ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી

જો કે વડોદરામાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. ટીમાં રીવોલ્યુશન ટીમના સભ્ય સ્વેજલ વ્યાસે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. જેના કારણે હાલ તો રસાકસીભર્યો જંગ થાય તેવી શક્યતા છે. સ્વેજલ વ્યાસ સ્થાનિક સ્તરે મજબુત વ્યક્તિત્વ છે. જેના કારણે વોર્ડ નંબર 8 પર બંન્ને પક્ષોને જીત મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. જો કે આ ઉમેદવારે ઉમેદવારી તો નોંધાવી હતી પરંતુ તેની ઉમેદવારી પણ ખુબ જ યુનિક રહી હતી. જેના કારણે ચૂંટણી પંચ પણ વિચારતું થઇ ગયું છે. 

ટિકિટ ન મળતા દીપક શ્રીવાસ્તવે ભાજપ સામે બળવો કર્યો, અપક્ષમાં ફોર્મ ભર્યું

સ્વજલ વ્યાસે પોતાનાં વોર્ડ નંબર 8માંથી દરેકે દરેક પરિવાર પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવ્યો હતો. 3000 પરિવારો પાસેથી 1-1 રૂપિયો ઉઘરાવીને તેમણે ચૂંટણી માટેની ડિપોઝીટ જમા કરાવી હતી. જેથી ચૂંટણી અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા 3000 રૂપિયાના સિક્કા ગણવા માટે બીજા બે વિશેષ અધિકારીઓ બેસાડવા પડ્યાં હતા. સ્વજલ વ્યાસે તેને 3 હજાર પરિવારોનું સમર્થન હોવાનું જણાવ્યું હતું. 3 હજાર પરિવારો દ્વારા આશિર્વાદ સ્વરૂપે 1-1 રૂપિયો અપાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube