આગામી 3 વર્ષ વ્યસ્ત રહેશે ટીમ ઈન્ડિયા, BCCI એ જાહેર કર્યો કાર્યક્રમ

BCCI announces Team India schedule: ભારતીય ક્રિકેટ ટીમના કાર્યક્રમની બીસીસીઆઈએ જાહેરાત કરી છે. પાછલા લગભગ એક વર્ષથી કોરોના વાયરસને કારણે મેદાનની બહાર રહેનારી ટીમ ઈન્ડિયા આગામી 3 વર્ષનો કાર્યક્રમ ખુબ વ્યસ્ત છે. 
 

આગામી 3 વર્ષ વ્યસ્ત રહેશે ટીમ ઈન્ડિયા, BCCI એ જાહેર કર્યો કાર્યક્રમ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  (BCCI) એ ટીમના કાર્યક્રમની જાહેરાત કરી છે. પાછલા લગભગ એક વર્ષથી કોરોના વાયરસને કારણે મેદાનની બહાર રહેનારી ટીમ ઈન્ડિયા આગામી 3 વર્ષનો કાર્યક્રમ ખુબ વ્યસ્ત છે. કાર્યક્રમ માનસિક રૂપથી એટલો થાક લગાવે એવો છે, તેનો અંદાજો તે વાત તરથી લગાવી શકાય કે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ રજા માગી છે. તેમનું માનવું છે કે આઈપીએલ બાદ ખેલાડીઓને ઓછામાં ઓછા બે સપ્તાહનો આરામ મળવો જોઈએ. આવો નજર કરીએ ટીમ ઈન્ડિયાના કાર્યક્રમ પર....

એપ્રિલથી મે 2021
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021)

જૂન થી જુલાઈ 2021
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (જૂન)
ભારત વિ શ્રીલંકા (3 વનડે, 5 ટી 20)
એશિયા કપ

જુલાઈ 2021
ભારત વિ ઝિમ્બાબ્વે (3 વનડે)

જુલાઈથી સપ્ટેમ્બર 2021
ભારત વિ ઈંગ્લેન્ડ (5 ટેસ્ટ)

2021 ઓક્ટોબર
ભારત વિ દક્ષિણ આફ્રિકા (3 વનડે, 5 ટી 20)

2021 ઓક્ટોબરથી
આઈસીસી ટી 20 વર્લ્ડ કપ

નવેમ્બરથી ડિસેમ્બર 2021
ભારત વિ ન્યુઝીલેન્ડ (2 ટેસ્ટ, 3 ટી 20)
ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (3 ટેસ્ટ, 3 ટી 20)

2022 માં ટીમનું શેડ્યૂલ - જાન્યુઆરીથી માર્ચ 2022
ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ (3 વનડે, 3 ટી 20)
ભારત વિ શ્રીલંકા (3 ટેસ્ટ, 3 ટી 20)

એપ્રિલથી મે 2022
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022)

જુલાઈથી ઓગસ્ટ 2022
ભારત વિ ઈંગ્લેન્ડ (3 વનડે, 3 ટી 20)
ભારત વિ વેસ્ટ ઇન્ડીઝ (3 વનડે, 3 ટી 20)

સપ્ટેમ્બર 2022
એશિયા કપ (સ્થળ નક્કી નથી)

2022 ઓક્ટોબરથી નવેમ્બર
આઈસીસી વર્લ્ડ ટી 20 કપ (ઓસ્ટ્રેલિયા)

નવેમ્બરથી ડિસેમ્બર 2022
ભારત વિ બાંગ્લાદેશ (2 ટેસ્ટ, 3 ટી 20)
ભારત વિ શ્રીલંકા (5 વનડે)

2023 માં ટીમ શેડ્યૂલ - જાન્યુઆરી 2021
ભારત વિ ન્યૂઝીલેન્ડ (3 વનડે, 3 ટી 20)

ફેબ્રુઆરીથી માર્ચ 2023
ભારત વિ ઓસ્ટ્રેલિયા (4 ટેસ્ટ, 3 વનડે, 3 ટી 20)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news