કોરોના સંક્રમણને ધ્યાને રાખી સરકાર દિવાળી બાદ શૈક્ષણીક કાર્ય શરૂ કરવાના મુડમાં

  કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. જો કે હજી પણ મોટા ભાગના વાલીઓ માની રહ્યા છે કે, હજી પણ તેમના બાળકોને શાળાએ મોકલવા યોગ્ય નથી. બીજી તરફ સરકાર દ્વારા પણ બાળકને મરજીયાત પણે જ શાળાએ મોકલવાનું કહેવાયું હોવાથી લગભગ કોઇ પણ પોતાના સંતાનને શાળાએ મોકલવા માટે તૈયાર નથી. જેથી મુખ્યમંત્રીના વડપણ હેઠળની એક કમિટીમાં આ અંગેની ચર્ચા ચાલુ થઇ ચુકી છે.જેમાં પ્રાથમિક શાળાઓને લગભગ બંધ રાખવા માટેની જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

કોરોના સંક્રમણને ધ્યાને રાખી સરકાર દિવાળી બાદ શૈક્ષણીક કાર્ય શરૂ કરવાના મુડમાં

અમદાવાદ :  કેન્દ્ર સરકાર દ્વારા 15મી ઓક્ટોબરથી શાળા કોલેજો ખોલવા માટેની વિસ્તૃત માર્ગદર્શિકા સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. જો કે હજી પણ મોટા ભાગના વાલીઓ માની રહ્યા છે કે, હજી પણ તેમના બાળકોને શાળાએ મોકલવા યોગ્ય નથી. બીજી તરફ સરકાર દ્વારા પણ બાળકને મરજીયાત પણે જ શાળાએ મોકલવાનું કહેવાયું હોવાથી લગભગ કોઇ પણ પોતાના સંતાનને શાળાએ મોકલવા માટે તૈયાર નથી. જેથી મુખ્યમંત્રીના વડપણ હેઠળની એક કમિટીમાં આ અંગેની ચર્ચા ચાલુ થઇ ચુકી છે.જેમાં પ્રાથમિક શાળાઓને લગભગ બંધ રાખવા માટેની જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

ગુજરાત સરકારે કોરોનાને કારણે નવરાત્રીથી દિવાળી સુધીના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકીને સ્પષ્ટ કરી દીધું છે કે જો તહેવારોની ઉજવણી બંધ છે તેવી સ્થિતીમાં શાળાઓ અંગે સરકાર કોઇ વિચારણી કરવા નથી માંગતી. ગુજરાત સરકાર પણ દિવાળી બાદ જ શાળાઓ શરૂ કરવા અંગે વિચારી રહી છે. કેન્દ્ર સરકારે અનલોક 5માં તબક્કાવાર સ્કુલ કોલેજો શરૂ કરવાની છુટ આપી છે. જો કે આ મામલે આખરી નિર્ણય લેવાની સત્તા રાજ્યોને સોંપાઇ છે. રાજ્યના શિક્ષણ વિભાગના સુત્રો અનુસાર કોરોનાની હાલની સ્થિતિને જોતા 15મી ઓક્ટોબરથી હજુ શાળા કોલેજો શરૂ કરવામાં નહી આવે.

દિવાળી વેકેશન બાદ જ માધ્યમીક, પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક તથા કોલેજોને ખોલવાની વિચારણા છે. આ મુદ્દે વિવિધ પાસાઓની વિચારણા તથા તજજ્ઞો સાથે બેઠકો કરાવ્યા બાદ આખરી નિર્ણય લેશે અને ગુજરાત સરકાર માર્ગદર્શિકા પણ જાહેર કરશે. બુધવારે મંત્રીમંડળની બેઠકમાં પણ શાળા કોલેજો ખોલવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ગામડા-નાના સેન્ટરોમાં ઓનલાઇન શિક્ષણમાં અનેક અડચણો છે તેવામાં શાળાઓ ખોલવા અંગે ચર્ચા થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news