સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે PM મોદીની બાયોપિક, આ છે કારણ


ઓમંગ કુમાર  (Omung Kumar) દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2019મા રિલીઝ થઈ હતી. તેમાં મોદીના ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) બનવાથી લઈને 2014ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાસિલ કરવા સુધીની સફર દેખાડવામાં આવી હતી. 
 

સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે PM મોદીની બાયોપિક, આ છે કારણ

મુંબઈઃ કોરોના વાયરસ મહામારી (Corona Pandemics)ને કારણે ભારતમાં માર્ચ મહિનામાં સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ 15 ઓક્ટોબરથી ફરી સિનેમાઘર ખુલવા જઈરહ્યાં છે. થિયેટરો ફરીથી શરૂ થવાની સાથે વિવેક ઓબેરોય (Vivek Oberoy) સ્ટારર પીએમ મોદીની બાયોપિક એકવાર ફરી રિલીઝ કરવામાં આવશે. 

પીએમ મોદીની સફર દેખાડે છે ફિલ્મ
ઓમંગ કુમાર  (Omung Kumar) દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2019મા રિલીઝ થઈ હતી. તેમાં મોદીના ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) બનવાથી લઈને 2014ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાસિલ કરવા સુધીની સફર દેખાડવામાં આવી હતી. 

મહેનતથી બનાવી ફિલ્મઃ ડાયરેક્ટર ઓમંગ કુમાર
ઓમંગ કુમારે કહ્યુ કે, હું ખુશ છું કે સિનેમાઘરો ફરીથી ખુલવા જઈ રહ્યાં છે અને અને પોતાની ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ને ફરીથી રિલીઝ કરી રહ્યાં છીએ. અમે આ ફિલ્મ બનાવવામાં ખુબ મહેનત કરી છે અને જે લોકો તેને જોવાથી ચુકી ગયા છે તેને ફરી તક મળશે. અમે ઈચ્છીએ છીએ કે આકરી મહેનતથી બનાવેલી અમારી ફિલ્મને દરેક લોકો જુએ. 

મોટરબાઈક કરતાં પણ મોંઘી છે Ranbir Kapoorની આ Cycle, આલિયાએ આપી છે ગિફ્ટ

મોટા સ્ટારકાસ્ટ સાથે બનાવવામાં આવી હતી ફિલ્મ
આ ફિલ્મમાં વિવેક ઓબેરોય સિવાય બોમન ઈરાની, દર્શન કુમાર, મનોજ જોશી, પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તવ, યતીન કારેકર, રાજેશ ગુપ્તા અને અક્ષત આર સલૂજા પણ છે. 

રાજકીય એજન્ડાને કારણે ફિલ્મ ન જોઈ શક્યા લોકો
ફિલ્મના સહ-નિર્માતા સંદીપ સિંહ (Co-Producer Sandeep Singh)એ કહ્યુ કે, સિનેમાઘરો ફરીથી ખુલતા જ આજના સમયમાં સૌથી વધુ પ્રેરણાદાયી નેતાની કહાની જોવાથી વધુ સારૂ શું હોઈ શકે છે. કારણ કે રિલીઝના સમયે રાજકીય એજન્ડાને કારણે ઘણા લોકો આ ફિલ્મને જોઈ શક્યા નથી, તે હવે જોઈ શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news