1 કિલો પ્લાસ્ટિકની સામે ઢોકળા-પૌવા ફ્રી ફ્રી ફ્રી... ગુજરાતના એક શહેરમાં અપાઈ આ ઓફર

India's First Plastic Cafe : દેશનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે જૂનાગઢમાં ખૂલ્યું, જ્યાં પ્લાસ્ટિકની સામે આપવામાં આવી છે અનોખી ઓફર
 

1 કિલો પ્લાસ્ટિકની સામે ઢોકળા-પૌવા ફ્રી ફ્રી ફ્રી... ગુજરાતના એક શહેરમાં અપાઈ આ ઓફર

ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :1 કિલો પ્લાસ્ટિક જમા કરાવનારને ફ્રીમાં ઢોકળા અથવા પૌવા જ્યારે 500 ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવનારને લીંબુ અથવા વરિયાળીનું શરબત મળશે. આવી ઓફર જો તમને મળે તો તમે હમણા જ ઘરમાંથી પ્લાસ્ટિક લઈને દોડી જશો. આ ઓફર આપનાર કોઈ કંપની કે તંત્ર નહિ પણ એક કાફે છે. જ્યાં કુદરતને બચાવવાની અનોખી પહેલ કરાઈ છે. જુનાગઢામં દેશના પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનો પ્રારંભ થયો છે. જ્યાં આ ઓફર આપવામા આવી છે. આ પ્રાકૃતિક કાફેનો હેતુ પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન અને પર્યાવરણ બચાવવાનો છે. 

તાજેતરમા જુનાગઢમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશ અને રાજ્યનું પ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટીક કાફેનું ઓપનિંગ કર્યું. તેની સાથે દેશની પ્રથમ હ્યુમન લાઇબ્રેરી કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યુ હતું કે, આજે દેશની જમીન રાસાયણિક ખાતરથી બંજર બનતી જાય છે. ત્યારે ખેતી કરતા ખેડૂતો ભાઈ-બહેનોએ પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ ધ્યાન આપીને ખેતી કરવી જોઈએ. પ્રાકૃતીક ખેતીથી ખેડૂત અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ અનેક ફાયદા છે. તે વિષય પર પૂરતું ધ્યાન આપવાની આજના આ ગ્લોબલ વોર્મિંગ યુગમાં જરૂરિયાત છે. પ્રધાનમંત્રીનું સપનુ છે કે દુનિયાભરના દેશોમાં ભારત પ્રથમ એવો દેશ બને કે જે પ્રાકૃતિક ખેતી કરતો હોય. તેમાં પણ ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાને આવે તે વાત ઉપર ભાર મૂક્યો હતો. 

No description available.

અનોખું પ્રાકૃતિક કાફે 
જૂનાગઢનું પ્રાકૃતિક કાફે દેશનું એકમાત્ર અને અનોખુ કાફે છે. જ્યાં પ્લાસ્ટિકથી પૃથ્વીને બચાવાવનો સંકલ્પ લેવાયો છે. અહીં 1 કિલો પ્લાસ્ટિક જમા કરાવનારને ફ્રીમાં ઢોકળા અથવા પૌવા જ્યારે 500 ગ્રામ પ્લાસ્ટિક જમા કરાવનારને લીંબુ અથવા વરિયાળીનું શરબત આપવામા આવે છે. 

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા આઝાદ ચોક ખાતેના આ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે શરૂ કરવામાં આવ્યુ છે. દેશના અન્ય શહેરોમાં જો આ પ્રકારે પ્રયોગ શરૂ થાય તો દેશને પ્લાસ્ટિક મુક્ત કરી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news