જેલમાં કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે માંગી 5 હજારની લાંચ, ACBએ વચેટીયાને ઝડપ્યો

જામનગરમાં એક જેલ સહાયક લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. જેલમાં રહેલા કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે રૂપિયા પાંચ હજારની લાંચ માંગી હતી. 

Updated By: Oct 20, 2021, 11:30 PM IST
જેલમાં કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે માંગી 5 હજારની લાંચ, ACBએ વચેટીયાને ઝડપ્યો
લાંચ લેનાર વચેટીયો મછાભાઈ જાદવ

જામનગરઃ જામનગરમાં એક જેલ સહાયક લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. જેલમાં રહેલા કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે રૂપિયા પાંચ હજારની લાંચ માંગી હતી. કેદીના ભાઈએ આ વાતની જાણ એસીબીને કરતા એસીબીએ લાંચ લેનારા વચેટીયાની ધરપકડ કરી છે. હાલ તો એસીબીની ટીમે જેલ સહાયક અશ્વિનભાઈ જાનીને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. 

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ મણીશંકર જાનીએ જેલના એક કેદીને પાન-મસાલા પહોંચાડવા માટે સગવડતા કરી આપવાના બદલામાં રૂપિયા પાંચ હજારની લાંચ માગી હતી. કેદીના ભાઈએ આ વાતની માહિતી એન્ટી કરપ્શન બ્યૂરોને આપી હતી. ત્યારબાદ એસીબીની ટીમે આરોપીને ઝડપી લેવા માટે છટકું ગોઠવ્યું હતું. 

આ પણ વાંચો- અમદાવાદના ઓઢવમાં 17 લાખની કિંમતના 51 મોબાઇલ ફોનની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

વચેટીયો એસીબીના હાથે ઝડપાયો
સમગ્ર પ્લાન પ્રમાણે જેલ સહાયકને રૂપિયા પાંચ હજાર આપવાનું નક્કી થયું હતું. જ્યારે ફરિયાદી જેલ સહાયકને લાંચ આપવા માટે પહોંચ્યા ત્યારે તેણે બહાર હોવાનું કહી લાંચની રકમ મછાભાઈ જાદવને આપવાનું કહ્યું હતું. ત્યારબાદ એસીબીની ટીમે મછાભાઈ જાધવને ડિટેઇન કર્યા છે. હવે એસીબીએ જેલ સહાયક અશ્વિનભાઈ જાની સામે કાર્યવાહી શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube