જામનગર: કોંગ્રેસ વિરોધનાં ઉન્માદમાં ભુલ્યું ભાન, મેયરનાં ટેબલ પર ચડી રામધુન બોલાવી

મહાનગરપાલિકામાં વર્ષ 2020-21 ના બજેટ ને બહાલી આપવા માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના વિરોધ સાથે શાસક પક્ષ ભાજપ દ્વારા રૂપિયા 689.80 કરોડનું બજેટ, રૂ. 170 કરોડની પુરાંત સાથે મંજૂર કરવામાં આવ્યું. જોકે મેયર દ્વારા વિપક્ષના અમુક સભ્યોને બજેટના પ્રશ્નો અંગે ન સાંભળતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યોએ બોર્ડમાં ધરણા યોજી તેમજ સૂત્રોચ્ચાર કરી અને ટેબલ પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. એક રીતે કહી શકાય કે આગામી મનપાની ચૂંટણીને ધ્યાને રાખીને શાસક પક્ષ દ્વારા ફુલગુલાબી બજેટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો.
જામનગર: કોંગ્રેસ વિરોધનાં ઉન્માદમાં ભુલ્યું ભાન, મેયરનાં ટેબલ પર ચડી રામધુન બોલાવી

જામનગર: મહાનગરપાલિકામાં વર્ષ 2020-21 ના બજેટ ને બહાલી આપવા માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના વિરોધ સાથે શાસક પક્ષ ભાજપ દ્વારા રૂપિયા 689.80 કરોડનું બજેટ, રૂ. 170 કરોડની પુરાંત સાથે મંજૂર કરવામાં આવ્યું. જોકે મેયર દ્વારા વિપક્ષના અમુક સભ્યોને બજેટના પ્રશ્નો અંગે ન સાંભળતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના સભ્યોએ બોર્ડમાં ધરણા યોજી તેમજ સૂત્રોચ્ચાર કરી અને ટેબલ પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. એક રીતે કહી શકાય કે આગામી મનપાની ચૂંટણીને ધ્યાને રાખીને શાસક પક્ષ દ્વારા ફુલગુલાબી બજેટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો.

ગુટખા ખાનારાઓ સાવધાન: સુરતમાંથી મળ્યું એવુ કાંઇક કે તમે ચોંકી ઉઠશો !
જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ બેઠક યોજાઇ હતી. ચેરમેન સુભાષ જોશી દ્વારા વર્ષ 2020-21નું બજેટ રૂ. 689.80 કરોડનુ બજેટ રજુ કરવામા આવ્યું હતું. આ બજેટમાં ચેરમેન દ્વારા પાણી વેરામાં રૂ.100 નો વધારો સુચવાયો હતો. મનપાના બજેટની સાથે સાથે સરકારી વી.એમ.મહેતા કોલેજ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પણ બજેટ રજુ કરાયું હતું. આગામી મનપા ચુંટણી મુદે શાસક પક્ષ ભાજપ દ્વારા ફુલગુલાબી બજેટ રજુ કરવા પ્રયાસ કરાયો હતો. ભાજપના નગરસેવક અતુલ ભંડેરી પોલીસ જાપતા સાથે બોર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ ના નગરસેવક હાલ ફાયરિંગ પ્રકરણ મા જેલ હવાલે છે...જ્યારે કમિશ્નર દ્વારા સૂચવાયેલા 15 કરોડનો મિલકતવેરો સહિતના અન્ય વેરા દૂર કરવામાં આવ્યા હતા. પરંતુ પાણી વેરામાં રૂ.100 નો વધારો કરતાં પ્રજા પર વધુ ચાર કરોડનો કરબોજ આવ્યો છે. જ્યારે વિપક્ષના વિરોધને મેયરે માત્ર નાટક ગણાવ્યું હતું.

મનપાના વર્ષ 2020-21 ના બજેટને સર્વાનુમતે બહાલી આપવા માટે સભ્યો દ્વારા બોર્ડમાં ચર્ચા કરવામા આવી હતી. શાસકપક્ષ અને વિપક્ષના સભ્યો દ્વારા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. વધારાનો પાણી વેરો દુર કરવા વિપક્ષના સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. બજેટ બેઠકમાં વિપક્ષના બે નગરસેવકોને સાંભળવામાં ન આવતા વિપક્ષના બધા નગરસેવકો ધરણાં પર બેઠા હતા. તેમજ મેયરને પણ બાનમાં લેવાનો પ્રયાસ કર્યો. ટેબલ પર બેસી રામધૂન બોલાવી પણ વિરોધ દર્શાવ્યો હતો. જો કે ડેપ્યુટી મેયર દ્વારા બંને નગરસેવકોના પ્રશ્નો ની મીનીસ મા નોંધ લેવાની બાહેંધરી આપ્યા બાદ વિપક્ષ દ્વારા ધરણાં પૂરા કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news