જામનગર મહાનગર પાલિકાએ વેપારીઓ માટે ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન અંગે અવેરનેસ કાર્યક્રમ યોજ્યો

આ કાર્યક્રમમાં ફૂડ શાખાના તમામ FSO તેમજ વહીવટી સ્ટાફ તેમજ FDCA જામનગર ના FSO હાજર રહી જામનગર શહેરના તમામ વેપારી મિત્રોને કાયદા અંગેની જરૂરી ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન માટેની સમજ આપવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાએ વેપારીઓ માટે ફૂડ લાયસન્સ અને રજીસ્ટ્રેશન અંગે અવેરનેસ કાર્યક્રમ યોજ્યો

મુસ્તાક દલ, જામનગર: જામનગર મહાનગરપાલિકા કમિશનર વિજયકુમાર ખરાડીની સુચના અન્વયે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના થયેલ MOU અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના ઈ.ચાર્જ ડેઝીગ્નેટેડ ઓફિસર (FDCA) એલ.ડી.ફળદુના માર્ગદર્શન હેઠળ FSO દ્વારા શહેરના ફૂડ બિઝનેશ કરતા રેડી ધારકો, છુટા ફેરિયા તેમજ નાના-મોટા દુકાનધારક, હોટલ રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણ, ડેરી ફાર્મ, કેટરિંગ, પાન મસાલા, પેટી ફૂડ બિઝનેશ ઓપરેટર વગેરે વેપારીઓને FSSAI લાયસન્સ અને રજીસ્ટ્રેશન અંગેનો કેમ્પ જામનગર શહેરમાં કલાતિત હોટલ ખાતે યોજવામાં આવ્યો હતો.

જામનગર ખાતે યોજાયેલ બે દિવસના આ કેમ્પમાં ફૂડ બિઝનેસ ઓપરેટરો ને પોતાની પેઢી/રેકડી/ઉત્પાદક ફર્મ ના ફૂડ રજીસ્ટ્રેશન તેમજ ફૂડ લાયસન્સ FSSAI ની સાઈટ foscos.fssai.gov.in દ્વારા ઓનલાઈન અરજી જરૂરી, દસ્તાવેજી પુરાવા અપલોડ કરવા, ઓનલાઈન ફી ભરવા તેમજ ઓનલાઈન ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન કેવી રીતે મળી શકે તેની પ્રોજેક્ટર દ્વારા સરકારની ગાઈડ લાઈન અનુસાર યોગ્ય સમજ તેમજ પ્રદર્શન બતાવી આ બાબતે સર્વે ને કાયદાથી વાકેફ કરવામાં આવેલ અને ઓનલાઈન દરમ્યાન અન્ય ફ્રોડ ન થાય તે વિગતે સમજ આપવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં ફૂડ શાખાના તમામ FSO તેમજ વહીવટી સ્ટાફ તેમજ FDCA જામનગર ના FSO હાજર રહી જામનગર શહેરના તમામ વેપારી મિત્રોને કાયદા અંગેની જરૂરી ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન માટેની સમજ આપવામાં આવી હતી. જ્યારે મનપા ફૂડ શાખાના અધિકારીઓ દ્વારા તારીખ 23 અને 24 જૂનના રોજ યોજાયેલ આ બે દિવસીય અવેરનેસ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news