જામફળ હવે પાણી જન્ય રોગને કારણે દુર્લભ થવાને આરે! ખેડૂતો વાડીઓ છોડી અન્ય ખેતી તરફ વળ્યા

જામફળની વાત આવે એટલે મહેસાણાના આખજનું નામ અનાયાસે જ આવી જાય. આખજ ગામના જામફળની ગુજરાતમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં પણ મોટી માંગ છે. આખજ ગામ દર વર્ષે લાખો રૂપિયાનાં જામફળની નિકાસ કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ ગામમાંથી થતી જામફળની નિકાસ ઘટી રહી છે.

જામફળ હવે પાણી જન્ય રોગને કારણે દુર્લભ થવાને આરે! ખેડૂતો વાડીઓ છોડી અન્ય ખેતી તરફ વળ્યા

તેજસ દવે/મહેસાણા: ગુજરાતમાં ધોળકા અને મહેસાણાના આખજ ગામના જામફળ તેના રંગ અને સ્વાદ માટે જાણીતા છે. એકલુ આખજ ગામ દરવર્ષે લાખો રૂપિયાના જામફળની નિકાસ સમગ્ર ભારતમાં કરે છે. પરંતુ આ વર્ષે જામફળમાં માવજત અને પાણીનાં પગલે હાલમાં આ વ્યવસાય હવે મૃત પાયા પર આવી ગયો છે, પરંતુ આખાજના આ જામફળની મીઠાસ આજે પણ બરકાર રહેવા ગઈ છે. 

જામફળની વાત આવે એટલે મહેસાણાના આખજનું નામ અનાયાસે જ આવી જાય. આખજ ગામના જામફળની ગુજરાતમાં જ નહીં, પરંતુ મહારાષ્ટ્રમાં પણ મોટી માંગ છે. આખજ ગામ દર વર્ષે લાખો રૂપિયાનાં જામફળની નિકાસ કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ ગામમાંથી થતી જામફળની નિકાસ ઘટી રહી છે. આખજમાં હવે માત્ર 400 જેટલી જ જામફળની વાડીઓ બચી છે અને તેમાંથી પણ કેટલીક ધીમે ધીમે નામશેષ થઇ રહી છે. જામફળના છોડમાં આવતા સુકારા નામના રોગને કારણે છોડ નિષ્ફળ થઇ જાય છે. ઉપરાંત તેની જાળવણી માટે બારે માસ મજૂરોની જરૂરિયાત રહેતી હોવાને કારણે ખેડૂતો થોડા અડગા રહે છે. પરંતુ કેટલાક ખેડૂતો આ ખેતી થકી હજુ પણ વધુ આગળ આવી રહ્યા છે .

જામફળ શિયાળાની ઋતુનું લોકપ્રિય ફળ ગણાય છે. જામફળના છોડને કેટલીક જમીન વધુ માફક આવે છે. આખજ ગામમાં મોટાભાગના ખેડૂતો જામફળની જ ખેતી કરે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી સુકારાના રોગને કારણે વાડીઓ નાશ પામી રહી છે. સરકારી તંત્ર દ્વારા પણ આ રોગને નાથવા સર્વેની કામગીરી કરાઇ છે અને ખેડૂતોને કેટલીક દવાનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરાઇ છે. જો કે, પરિસ્થિતિમાં ખાસ કોઇ ફર્ક નથી પડયો. મહેસાણાના ખેડૂતો હાલમાં ચાલુ ખેતીમાં પૂરતા ભાવ ના મળતા ચાલુ ખેતી છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે, ત્યારે મહેસાણા જિલ્લાના આખજ ગામના ખેડૂત છેલ્લા વર્ષોથી જામફળની ખેતી કરી મબલખ આવક મેળવી જાણે છે.

પરંતુ કોરોનાની મહામારી બાદ પણ ખેડૂતોના પાક પર અસર જોવા મળી રહી છે. જેમાં ગત વર્ષ કરતા આ વર્ષે જામફળના પૂરતા ભાવ તો મળી રહ્યા છે. પરંતુ ઉત્પાદનમાં ઘટાડો હોવાની વાત ખેડૂત જણાવી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે 800 થી 1000 સુધી 20 કિલો જામફળના ભાવ મળતા હતા, જયારે ચાલુ સાલે ખેડૂતોને 700 સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે અને ઉત્પાદન પૂરતું ના થતા હાલમાં ખેડૂતો છુટક જામફળ વહેંચી રહ્યા છે.

મહેસાણાના આખજના જામફળ હવે પાણી જન્ય રોગને કારણે દુર્લભ થવાને આરે આવી ગયા છે, જ્યારે ઓછી વાડીને બાદ કરતા આજે પણ તેની મીઠાસ મહેસાણાનું અને આખજ ગામનું નામ રોશન કરી જાય છે તે વાત આજે પણ સિદ્ધિ થતી હોય તેવું લાગી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news