MP:3 ફૂટની ગાય જેના દૂધમાં મળે છે સોનું, 400-500 રૂ. પ્ર.લિના ભાવે વેચાય છે દૂધ

Andhra Pradesh: ઇન્દોરમાં ગાય પાળવાના શોખીન સત્તૂ શર્મા આ ગાયને આંધ્રપ્રદેશથી લાવ્યા છે. ગાયની સાથે એક વાછરડું પણ તેમના દ્વારા લાવવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે આ પ્રજાતિ હવે દેશમાં વિલુપ્ત થતી જાય છે. પુંગનૂર ગાય આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના ગંગનૂરમાં પાળવામાં આવે છે.

MP:3 ફૂટની ગાય જેના દૂધમાં મળે છે સોનું, 400-500 રૂ. પ્ર.લિના ભાવે વેચાય છે દૂધ

Punganur cow: ઇન્દોરમાં  એક વ્યક્તિ દ્વારા એવી ગાય લાવવામાં આવી છે જેની હાઇટ 3 ફૂટ છે. એટલે કે આ બકરીની બરાબર છે. આ ગાય લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. લોકો જ્યાં આ ગાયને જોવા લોકો પહોંચી રહ્યા છે તો બીજી તરફ તેની સાથે સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. મધ્યપ્રદેશમાં લાવવામાં આવેલી આ પ્રજાતિની ગાય સંભવત: પહેલી ગાય ગણવામાં આવી રહી છે. જે પ્રજાતિની ગાય છે તેના દૂધમાં સોનાના તત્વ મળી આવવાનો દાવો પણ કરવામાં આવે છે. 

સાત લાખ ચૂકવી કિંમત
ઇન્દોરમાં ગાય પાળવાના શોખીન સત્તૂ શર્મા આ ગાયને આંધ્રપ્રદેશથી લાવ્યા છે. ગાયની સાથે એક વાછરડું પણ તેમના દ્વારા લાવવામાં આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે આ પ્રજાતિ હવે દેશમાં વિલુપ્ત થતી જાય છે. પુંગનૂર ગાય આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના ગંગનૂરમાં પાળવામાં આવે છે. તો બીજી તરફ સત્તૂ શર્મા દ્વારા પુંગનૂર ગાયની સાથે વાછરડાને સાત લાખ રૂપિયાની કિંમત ચૂકવી લાવવામાં આવ્યું છે. સત્તૂના અનુસાર મધ્યપ્રદેશમાં પુંગનૂર ગાયનું જોડું લગભગ 25 લાખ રૂપિયા સુધી વેચાય છે. જોકે ગાયોની ઉંમર અને હાઇટના આધારે તેની કિંમત નક્કી કરવામાં આવે છે. 

પુંગનૂર ગાયની વિશેષતા
ગોપાલક દ્વારા આંધ્રપ્રદેશથી પુંગનૂર પ્રજાતિની જે ગાય લાવવામાં આવી છે તેની ઉંમર 11 મહિના છે. જ્યારે વાછરડાની ઉંમર સાડા 5 હિના છે. તેની પૂંછડી લાંબી હોય છે જે જમીનને ટચ કરી જાય છે. તો બીજી તરફ પુંગનૂરના કાન બહાર અને પાછળની તરફ હોય છે. તેનું માથું ખૂબ પહોળું હોય છે શિંગડા હોતા નથી. પુંગનૂર ગાય સફેદ અને હળવા ભૂરા રંગની હોય છે. તેના કમરના ભાગમાં નાનકડો કર્વ હોય છે. તેની ઉંચાઇ પણ વધુમાં વધુ 3 ફૂટ સુધી હોય છે. 

એટલી નાની કે ખોળામાં ઉપાડી લો
1800 કિલોમીટરની સફર નક્કી કરી આઠ દિવસમાં પુંગનૂર ગાયને આંધ્રપ્રદેશથી ઇન્દોર લાવવામાં આવે છે. સફર દરમિયાન દરરોજ સવારે ગાયોને ભોજન ખવડાવી પિકઅપ પર ચઢતાં અને સાંજે અટકી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે ગાયની હાઇટ એટલી ઓછી હોય છે કે તેને ખોળામાં ઉઠાવી શકાય છે. સત્તૂ શર્માનું માનીએ તો તેમની પ્રજાતિની ગાયના દૂધમાં સોનાના તત્વ મળી આવવાનો દાવો કરવામાં અસવે છે. આ સાથે જ ગોમૂત્ર અન્ય ગાયોના મુકાબલે મીઠું રહે છે. એક રિપોર્ટ અનુસાર આ પ્રજાતિની ગાયનું મૂત્ર 10 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે જ્યારે છાણ 5 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે છે. એટલું જ નહી ભગવાન વેંકટેશનો અભિષેક પણ આ પ્રજાતિની ગાયના દૂધથી કરવામાં આવે છે. આ પ્રજાતિની ગાયનું દૂધ આંધ્રપ્રદેશમાં 400 થી 500 રૂપિયા પ્રતિ લીટર વેચાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news