Padra માં Love Jihad મામલે જન આક્રોશ, ગાધી ચિંધાય માર્ગે ઉચ્ચારી Andolan ની ચીમકી

પાદરામાં લવ જેહાદના મામલે જન આક્રોશ જોવા મળ્યો. હજારો મહિલાઓ તેમજ યુવકો દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપી હિન્દુ યુવતીને ભાગડી જતા, તેમજ તેની સામે કોઈ જ કાર્યવાહી નહિ થતા પાદરા હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો હતો

Padra માં Love Jihad મામલે જન આક્રોશ, ગાધી ચિંધાય માર્ગે ઉચ્ચારી Andolan ની ચીમકી

મિતેશ માળી/ પાદરા: પાદરામાં લવ જેહાદના મામલે જન આક્રોશ જોવા મળ્યો. હજારો મહિલાઓ તેમજ યુવકો દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. વિધર્મી યુવક દ્વારા લગ્નની લાલચ આપી હિન્દુ યુવતીને ભાગડી જતા, તેમજ તેની સામે કોઈ જ કાર્યવાહી નહિ થતા પાદરા હિન્દુ સંગઠનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પાદરામાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પોલીસ કામગીરી ન કરતી હોવાના મામલે પોલીસને સૂત્રોચાર સાથે રજૂઆત કરી આવેદન આપ્યું.

પાદરા તાલુકામાં લવ જેહાદ મામલે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સરકારે લવ જેહાદનો કાયદો બનાવવાની માંગ કરવામાં આવી હતી અને જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. પાદરામાં 12 દિવસ પૂર્વે લગ્નની લાલચ આપી વિધર્મી યુવક દ્વારા પાદરામાં રહેતી એક હિન્દુ યુવતીને ભગાડી ગયો છે. 12 દિવસ થયા છતાં કોઈ પતો લાગ્યો નથી કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે પાદરામાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આજે પાદરા નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ હિન્દુ સંગઠનો તેમજ યુવાનો અને રાજકીય અગ્રણીઓ તેમજ મહિલાઓની ઉપસ્થિતિમાં રેલી યોજવામાં આવી હતી. 

રેલીમાં લવ જેહાદનો કાયદો કડક બનાવવા માટે ભાર સૂત્રોચ્ચાર કર્યો હતો. પાદરામાં નીકળેલી રેલી નગરના વિવિધ રાજ માર્ગો પર ફરીને અને ભાર સૂત્રોચ્ચાર સાથે પાદરા મામલતદાર કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. આક્રોશિત મહિલાઓએ જણાવ્યું હતું કે, રેલીમાં રાજપૂત સમાજના યુવાનો અને અગ્રણીઓ તેમજ અન્ય હિન્દુ સંગઠનો પણ આવેદનપત્ર અને રેલીમાં જોડાયા હતા અને લવ જેહાદનો કાયદો રાજ્ય સરકાર અમલમાં લાવે તેવી માંગ કરી હતી.

પાદરામાં લવ જેહાદદનો કિસ્સો પ્રકાશમાં આવતા પાદરામાં બનેલી ઘટના સંદર્ભે વિવિધ હિન્દુ સંગઠનો સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા રાજકીય અગ્રણીઓ તેમજ પાલીકાના પૂર્વ સભ્યો પણ રેલી અને આવેદનપત્રના કાર્યક્રમમાં જોડાયા હા. મામલતદાર અને પાદરા પોલીસ મથકના પોલીસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જ્યાં સુધી વિધર્મી યુવકને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news