વડોદરાના મેયર તરીકે જીગીશાબહેન શેઠ તથા ડેપ્યુટી મેયર પદ્દે જીવરાજ ચૌહાણ ચૂંટાયા

ઉલ્લેખનીય છે કે, તમામ મહાનગરપાલિકાઓમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી રહી છે. 

 

  વડોદરાના મેયર તરીકે જીગીશાબહેન શેઠ તથા ડેપ્યુટી મેયર પદ્દે જીવરાજ ચૌહાણ ચૂંટાયા

વડોદરાઃ વડોદરા મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા આજે નવા પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટે નવા પદાધિકારીઓના નામની જાહેરાત કરી હતી. શહેરના નવા મેયર પદ્દે ડો. જીગીશાબહેન શેઠની નિમણુંક કરવામાં આવી છે. તો ડેપ્યુટી મેયર પદ્દે જીવરાજ ચૌહાણ, સ્ડેન્ડિંગ ચેરમેન પદે સતિષભાઈ પટેલ (છાણી), પક્ષના નેતા તરીકેની જવાબદારી કેતનભાઈ બ્રહ્મભટ્ટને સોંવામાં આવી છે. તો દંડક તરીકે અલ્પેશભાઈ લીંબચીયાની પસંદગી કરવામાં આવી છે. 

ડો. જીગીશાબહેને મેયર પદે પસંદગી થતા તમામ કાર્યકરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં શાનદાર કામ કરીને વડોદરાનો વિકાસ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news