અફધાનિસ્તાનમાં શાંતિના આહ્વાન સાથે હજારો લોકો કાબુલ પહોંચ્યા

શાંતિ ખાતર પ્રદર્શન કરી રહેલા લોકોએ રમઝાન સમયે યાત્રા ચાલુ કરી દીધી હતી આ દરમિયાન 700 કિલોમીટરનો રસ્તો કાપીને તેઓ અફઘાનિસ્તાનની રાજધાનીમાં પહોંચ્યા

અફધાનિસ્તાનમાં શાંતિના આહ્વાન સાથે હજારો લોકો કાબુલ પહોંચ્યા

કાબુલ : તાલિબાનોએ સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરતા દેશનાં અલગ અલગ હિસ્સાઓમાં હૂમલા ચાલુ કરી દીધા છે. જો કે બીજી તરફ દેશમાં શાંતિની બહાલી ઇચ્છતા લોકો મોટા પ્રમાણમાં સમગ્ર દેશમાંથી માર્ચ કાઢી રહ્યા છે, સેંકડો કિલોમીટરનો રસ્તો કાપીને કાબુલ પહોંચ્યા છે. શાંતિ ખાતર પ્રદર્શન કરી રહેલ લોકોએ રમઝાનનાં સમયે જ યાત્રા ચાલુ કરી દીધી હતી અને આ દરમિયાન 700 કિલોમીટરનો રસ્તો પાસ કરીને તેઓ અફઘાનિસ્તાનની રાજધાનીમાં પહોંચ્યા. પ્રદર્શનકર્તાઓ નારા લગાવી રહ્યા હતા અમે શાંતિ ઇચ્છીએ છીએ, યુદ્ધ રોકો.

માર્ચ કરી રહેલા લોકોમાંથી એક મોહમ્મદ નૈકજાદએ ટોલો ન્યૂઝને જણાવ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે અમારા લોકો શાંતિ ખાતર એકત્ર થઇ રહ્યા છીએ અને આગલી પેઢીને આ દુખથી મુક્ત રાખશે. અફઘાનિસ્તાનનાં આમ નાગરિકો, સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયનાં દબાણ છતા તાલિબાનનાં ત્રણ દિવસનાં સંઘર્ષ વિરામને આગળ વધારવાનો ઇન્કાર કરી દીધો. અધિકારીઓએ એએફપીને જણાવ્યું કે, તાલિબાન આતંકવાદીઓને પુર્વી અને દક્ષિણી આફઘાનિસ્તાનનાં કેટલાક જિલ્લાઓમાં સુરક્ષાદળો પર હૂમલો કર્યો. આ હૂમલામાં લોકોને ઇજા થયા અંગેની કોઇ માહિતી મળી નથી. 

સંરક્ષણ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ રાદમાનેશએ એએફપીને જણાવ્યું કે શનિવારે જ્યારથી સરકારે તાબિલાનોની સાથે પોતાનો સંઘર્ષ વિરામન અને દસ દિવસ માટે વધારી દીધા છે. ત્યારથી લડાઇનાં ખુબ જ ઓછા સમચારો સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, અમને આશા છે કે અફઘાનિસ્તાનનાં શાંતિના આહ્વાનને તાલિબાન સ્વીકાર કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news