Petrol-Diesel ના ભાવમાં હજુ થશે વધારો, આટલા રૂપિયા મોંઘુ થશે પેટ્રોલ, જાણો સરકાર કેમ કશું કરતી નથી?
Trending Photos
નવી દિલ્હી: Petrol Price Today 03 June 2021: દેશમાં પેટ્રોલનો રેટ અનેક ઠેકાણે 100 રૂપિયે પાર જતો રહ્યો છે. હવે ડીઝલ પણ થોડા દિવસમાં 100 રૂપિયાના ભાવને પાર કરી જશે. પરંતુ આ મોંઘવારી કદાચ અહીં જ અટકવાની નથી. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ ખબર મુજબ આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા થવાના નથી. એટલે કે સામાન્ય માણસની કમર મોંઘવારીથી હજુ તૂટવાની છે.
સરકાર ઓઈલના ભાવમાં હસ્તક્ષેપ કરશે નહીં-સૂત્ર
ઝી ન્યૂઝને એક્સક્લુઝિવ જાણકારી મળી છે કે ઓઈલના વધતા ભાવમાં હસ્તક્ષેપ કરવાનો હાલ સરકારનો કોઈ ઈરાદો નથી. ઉલ્ટુ સૂત્રોના હવાલે એવું જાણવા મળ્યું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ધીરે ધીરે કરાશે, એટલે કે રેટ 10-10 પૈસા વધારવામાં આવશે. ભાવમાં અચાનક કોઈ મોટો વધારો થશે નહીં, તેનો અર્થ એ થયો કે સરકાર મોંઘવારીનો ઝટકો તો આપશે પણ ધીરે ધીરે. જો આમ જ પેટ્રોલના ભાવ વધતા રહ્યા તો 15-20 દિવસમાં 2થી 3 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ જશે. ડીઝલના ભાવમાં પણ 1-2 રૂપિયા સુધીનો વધારો થઈ જશે.
સરકાર કેમ કઈ કરી શકે તેમ નથી?
પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત હોય છે. એટલે કે સરકાર ભાવને રેગ્યુલેટ કરતી નથી. આથી કિંમતો ઘટાડવી સરકારના હાથમાં નથી. વધુમાં વધુ તો સરકાર પોતાના ટેક્સ ઘટાડીને જનતાને રાહત આપી શકે છે. પરંતુ સરકાર હાલ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. અત્યારે ક્રૂડ ઓઈલનો ભાવ 70 ડોલરની આસપાસ પ્રતિ બેરલ ચાલી રહ્યો છે. જે વર્ષના રેકોર્ડ ઊંચાઈએ છે. આવામાં દેશની સરકારી ઓઈલ કંપનીઓ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારશે. હાલ ઓઈલ કંપનીઓ સામાન્ય રીતે સરેરાશ 20 પૈસાથી લઈને 40 પૈસા પ્રતિ લીટરનો વધારો કરે છે પરંતુ હવે એક જ ઝટકે આટલો વધારો કરવામાં આવશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે