અમેરિકામાં ગુજરાતી પરિવારની ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મોટો વળાંક, વિદેશ ફરવા જવાનું કહીને નીકળ્યો હતો પરિવાર

Illegal Migrants : અમેરિકામાં ઘૂસણખોરીમાં વધુ એક પરિવાર વિખેરાયો... પરિવારે કહ્યું, તેઓ વિદેશમાં ફરવા જવાનું કહીને નીકળ્યા હતા, ને 17 ડિસેમ્બરે મોતના સમાચાર આવ્યાં
 

અમેરિકામાં ગુજરાતી પરિવારની ગેરકાયદેસર ઘૂસણખોરીમાં મોટો વળાંક, વિદેશ ફરવા જવાનું કહીને નીકળ્યો હતો પરિવાર

મૌલિક ધામેચા/ગાંધીનગર: અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેલા ગુજરાતી પરિવારના સમાચારથી કલોક ઘ્રૂજી ઉઠ્યું છે. મેક્સિકો સરહદથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતાં 30 ફૂટ ઊંચી દિવાલથી નીચે પટકાતા ક્લોલના યુવકનું મોત નિપજ્યું છે. તો પત્ની-પુત્ર ગંભીર હાલતમાં છે. ત્યારે હવે આ કિસ્સામાં ચોંકાવનારા વળાંક આવ્યા છે. ZEE મીડિયાની ટીમ પહોંચી મૃતક પરિવારના ક્લોલ નિવાસ સ્થાને પહોંચી હતી, જ્યાં જાણવા મળ્યું કે,  કલોલમાં રહેતો યાદવ પરિવાર વિદેશ ફરવા જવાનું કહીને અમેરિકા જવા નીકળ્યા હતા. પરંતુ ત્યાર બાદ 17 ડિસેમ્બરે પત્ની પૂજાએ બ્રિજ યાદવના મોતની ફોન કરીને માહિતી આપી હતી. 

કલોલના પરિવારની અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીની ઘટના વિશે જાણવા મળ્યું કે, કલોલમાં રહેતો યાદવ પરિવાર વિદેશ ફરવા જવાનું કહીને ઘરખી નીકળ્યા હતા, બ્રિજ યાદવનો પરિવાર કલોકના છત્રાલના ગેલેક્સી સોસાયટીમાં રહે છે. બ્રિજ યાદવ, તેની પત્ની અને 4 વર્ષના પુત્ર તન્મય સાથે રહેતા હતા. પરંતું 18 નવેમ્બર ના રોજ ગયા બાદ છેલ્લા 15 દિવસથી પરિવાર કોઈ સંપર્ક થયો નથી. પરંતું  મેક્સિકો સરહદની ઘૂસવા જતાં 30 ફૂટ ઊંચી દીવાલ પરથી પટકાયાની પ્રાથમિક માહિતી મળતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. હાલ બ્રિજ યાદવનું મૃત્યુ થયું અને પત્ની અમેરિકા અને બાળક મેક્સિકોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

આ પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજ યાદવની ઉંમર 36 વર્ષ, પત્ની પૂજાની ઉંમર 34 વર્ષ અને બાળક તન્મયની ઉંમર 4 વર્ષ છે. 17 ડિસેમ્બરના રોજ પત્ની પૂજા ફોન આવ્યો હતો કે બ્રિજને એટેક આવવાથી તેમનું મૃત્યુ થયું છે. બાદમાં પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરતું કોઈ સંપર્ક ન થતા પરિવાર આઘાતમાં છે. યાદવ પરિવારમાં રૂપિયા ટેકે કોઈ તકલીફ ન હતી. બ્રિજ યાદવ એકાઉન્ટ તરીકે કલોલ જીઆઇડીસીમાં નોકરી કરતા હતા. 

હાલ કલોલ પોલીસે પ્રાથમિક માહિતી મેળવી વધુ તપાસ શરૂ કરી છે. તો આ મામલે ગાંધીનગર આરએસી ભરત જોશીએ જણાવ્યું કે, પરિવારના ત્રણ સભ્યો વિદેશ ગયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે બ્રિજકુમાર યાદવ તેમના પત્ની અને દીકરા સાથે હતા. તેઓ મૂળ ગુજરાતના નથી. આ સિવાય માત્ર એટલુ જાણવા મળ્યુ છે કે, બ્રિજકુમાર કલોલ જીઆઈડીસીમાં કામ કરતા હતા. કોઈ એજન્ટના માધ્યમથી તેઓ વિદેશ ગયા હતા. મૃતક બ્રિજકુમારના પિતા બીએસએનએલમાં અધિકારી હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news