PM સાથે મુલાકાત વિશે ખોડલધામ ટ્રસ્ટે કર્યો ખુલાસો, જાણો શું કહ્યું
Naresh Patel Meeting with PM Modi : ખોડલધામ ટ્રસ્ટીઓએ પ્રધાનમંત્રીને આપ્યું ખોડલધામ આવવાનું આમંત્રણ.. પીએમઓમાંથી મંજૂરી મળ્યા બાદ નક્કી થશે પ્રધાનમંત્રીના કાર્યક્રમની રૂપરેખા.. રમેશ ટીલાળાએ કહ્યું પીએમ મોદી ખોડલધામ સાથે નજીકથી જોડાયેલા..
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: PM મોદીએ ખોડલધામ ટ્રસ્ટનું આમંત્રણ સ્વીકાર્યુ છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે શનિવારે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. તે અંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ આજે જણાવ્યું કે, PM મોદીને ખોડલધામ આવવા આમંત્રણ આપ્યું છે. અમે જે આમંત્રણ આપ્યું તે PM મોદીએ સ્વીકાર્યું છે. આ મીટિંગમાં રાજકીય કે ટિકિટને લઈને કોઈ ચર્ચા નથી થઈ.
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, શનિવારના રોજ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીમાં મળ્યા હતા. આ મુલાકાતમાં કોઈ રાજકીય ચર્ચા નથી થઈ. ટિકિટની કોઈ માંગણી કરવામાં નથી આવી. અમારા તરફથી માત્ર નિમંત્રણ આપવામાં આવ્યું છે. ખોડલધામમાં ધ્વજાજી ચઢાવવા માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખોડલધામ સાથે નાતો ખૂબ જૂનો છે. અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ખોડલધામ ખાતે આવ્યા હતા. તે વખતે કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો. તે સમયે પણ લાખોની જનમેદની એકઠી થઈ હતી
આમ, આ આમંત્રણ બાદ આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામ આવે તેવી શક્યતા છે. ખોડલધામના નરેશ પટેલને 45 મિનિટ સુધી પીએમના મુલાકાતનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગ ધંધાને લગતા પ્રશ્ન અંગે પણ ચર્ચા થઈ. જોકે, પીએમઓ દ્વારા પીએમના ખોડલધા મુલાકાતની જાણકારી આપવામાં આવશે. જાણકારી આપવામાં આવ્યા બાદ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરીશું તેવું રમેશ ટીલાળાએ જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે