Electricity Bill ઓછુ કરવા માટે મહિલાએ કર્યો જબરદસ્ત જુગાડ, આટલું કરશો તો થઈ જશે કામ
Electricity Bill Reduction: વીજળીનું બિલ ઓછુ કરવા માટે એક મહિલાએ તરકીબ બતાવી છે, જે ખૂબ જ સરળ છે. તમે પણ આ ટ્રીકથી વીજળી બિલ ઓછુ કરી શકો છો.
Trending Photos
Trick To Reduce Electricity Bill: શું તમે પણ વધતા વીજ બિલથી પરેશાન છો? શું સાવધાની રાખવા છતાં વીજળીનું બિલ ઓછુ નથી આવતુ? જો આવુ થાય છે તો અમે તમને કેટલાક આઈડિયા બતાવીશું, જે ખૂબ જ સરળ છે. તમને જણાવી દઈએ કે, આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ બ્રિટનમાં રહેતી એક મહિલાએ ટિકટોકનાં માધ્યમથી વીજળીનું બિલ ઓછુ કરવાના ઉપાય બતાવ્યા છે. મહિલાએ જણાવ્યુ કે તે ચોક્કસ સમયાંતરે પોતાના ફ્રિઝને ડીફ્રોસ્ટ (Defrost) કરે છે. જેથી વીજળી ઓછી વપરાય છે. મહિલાએ આ ટ્રીકની મદદથી 50 યૂરો એટલે કે 4,011 રૂપિયા સુધી ઘટાડ્યું.
વીજળીની ખપત કેવી રીતે ઓછી કરવી-
મહિલા જણાવે છે કે, ફ્રિઝને ડીફ્રોસ્ટ કરવાથી વીજ વપરાશ ઓછો થાય છે. ફ્રીઝમાં બરફ જામેલો હોય તો, વીજબીલ વધારે આવે છે. એટલા માટે ફ્રીઝરમાં બરફની પરત જામી જાય તો, ડીફ્રોસ્ટ કરીને તેને હટાવી દો. આમ કરવાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે.
યૂઝર્સે માન્યો આભાર-
મહિલાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને વીજળીનું બિલ ઓછુ કરવાની ટ્રિક્સ જણાવી. આ ટ્રિક્સ વાયરલ થતા લોકોએ માન્યો મહિલાનો આભાર. વીડિયોના કમેન્ટમાં યૂઝર્સે થેન્ક્યૂ લખી માન્યો આભાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે