Kutch: સૌથી મોટું 22 કરોડનું જમીન કૌભાંડ, પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપી કરાઈ છેતરપિંડી

આ મામલાની સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ થાય અને આરોપી ઓના આઈટી રિટર્ન તથા બેંક ખાતાઓની તપાસ થાય તો ખૂબ મોટું આર્થિક કૌભાંડ બહાર આવે તેમ છે.

Kutch: સૌથી મોટું 22 કરોડનું જમીન કૌભાંડ, પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપી કરાઈ છેતરપિંડી

રાજેન્દ્ર ઠક્કર, ભુજ: માંડવી (Mandavi) ના મોટા લાયજા બાજુ સંભવિત ભારત (India) નું સૌથી મોટું પોર્ટ બની રહ્યું છે. તેવી વાતો વહેતી કરી પોર્ટના નામના ખોટા દસ્તાવેજો બતાવી તે દસ્તાવેજોની આડમાં ઇન્વેસ્ટરને આકર્ષણ થાય તેવી ખોટી નોંધણી વાળી પોર્ટની અતિ નજીક આવેલી જમીનના ખોટા કાગળિયા બતાવી 22 કરોડ રૂપિયાની જમીનની છેતરપિંડી આચરવામાં આવી છે. 

માંડવી (Mandavi) તાલુકાના મોટા લાયજા નજીક આવેલી જવાહરપુર તેમજ મેઘપર વિસ્તાર જે મોટા લાયજાનો સીમાડો કહેવાય છે તે જમીન બતાવી જમીન કૌભાંડ (Scam) આચરાયુ હતું. કુલ નજીક પરિવારના 7 લોકો પાસેથી 22 કરોડની છેતરપિંડી (Froud) કરવામાં આવી હોવાની પુરાવા અને વિગતો સાથે પ્રેસ મીડિયા સામે રજૂ કરાઈ હતી.

વર્ષ 2011માં કુલ 7 લોકો પાસેથી જમીનના રોકાણ બાબતે આવાસ લોજિસ્ટિક પાર્ક પ્રાઇવેટ લિમિટેડ તેમજ સીલેન્ડ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ઓ લાયજા ગામમાં 40 હજાર કરોડથી વધારે રકમનો પ્રોજેક્ટ (Project) લઇને આવે છે એવું કહીને સ્થાનિકે આવેલી જમીનના ખોટા દસ્તાવેજો (Document) કરી મામલતદાર કચેરીના ખોટા સિક્કા મારી નકલી સાટાખત બનાવી તથા નોટરીના ખોટા સહી કરીને 22 કરોડ જેટલી રકમની છેતરપિંડી (Froud) કરવામાં આવી હતી.

આ જમીનકાંડની સાચી વિગતો બહાર આવતા ફરિયાદ ન થાય તે માટે સમાધાન કરાવા કચ્છ (Kutch) ના મોટા ગજાના અગ્રણી ઓને વચ્ચે રાખીને અગ્રણીની વાત પણ ન રાખી અને ઉલટા ચોર કોટવાલકો ડાટે તેમ કૌભાંડ કરનારાઓ દ્વારા સમાધાન વખતે વચ્ચે રહેલા કચ્છના અગ્રણીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરી પાછું આ કાંડ ઉજાગર થયું હતું.

કચ્છી ચારણ ગઢવી સમાજના અધ્યક્ષને અપાયેલી ધમકી જે જમીન માટે નિમિત્ત છે અને લાયજા નજીકની જમીનના બોગસ આધાર ઉભા કરી વેચાણ કરનાર આરોપીઓ સામે કાયદાનો સકંજો કસવા ફરિયાદી મક્કમ છે.

ભુજ રહેતા ફરિયાદી દ્વારા આ સમગ્ર પ્રકરણ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે તેમની સાથે જમીન બાબતે વચ્ચે દલાલ તરીકે રહેલા રમેશ કાનગર ગુસાઇ, પ્રભુ રામ ગઢવી અને કરસન કેશવ ગઢવી એમ ત્રણ વ્યક્તિઓએ આવાસ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કોઈ કંપની તેમજ સીલેન્ડ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની લાયજા પાસે પોર્ટ ઉભો કરી રહી છે અને 40000 કરોડથી વધુ રોકાણ થઈ રહ્યું છે. 

તેમ જણાવી ૭/૧૨ અને ૮ અ ના ખોટા દસ્તાવેજો ઉભા કરી પોતાના નામે જમીન છે. તેવું જણાવી કરસન કેશવ ગઢવી અને પ્રભુ રામ ગઢવીએ તથા રમેશ ઘર ગુસાઇ નામના શખ્સે દલાલ તરીકે ભૂમિકા ભજવીને જમીન બતાવેલી એ જમીન પૈકી 25. 32 એકર જમીનનો સોદો કરી રૂપિયા 2.28 કરોડ જેટલી રકમ પડાવી લઇ  ઠગાઈ કરી હતી.

આ ઉપરાંત છેતરપિંડીનો ભોગ બનનાર કુશલ ઠક્કરે જણાવ્યું હતું કે  તેમણે સંપૂર્ણ રકમ ચૂકવી દીધા પછી જ્યારે દસ્તાવેજ માટે માગણી કરી ત્યારે સમય પસાર કરીને આરોપીઓ ગુમરાહ કરતા રહ્યા હતા. આખરે તેમણે શંકા જતા માંડવી મામલતદાર પાસે તપાસ કરવા માટે ગયા ત્યારે તેમને જાણ થઈ હતી કે આરોપીઓની આવી કોઈ જમીન તેમના જણાવ્યા સ્થળે છે જ નહીં એવું બહાર આવ્યું હતું.

આ મામલે આરોપીઓનો સંપર્ક શોધાયા બાદ શરૂઆતમાં રૂપિયા પરત આપી દેવા માટે વાયદા ઉપર વાયદા કરાતા રહ્યા હતા. આખરે આ મામલે ફરિયાદ કરવાનું નક્કી થતાં આરોપીઓ સમાધાન પર આવ્યા હતા. અગ્રણીઓ  મધ્યસ્થી પછી આરોપીઓ દ્વારા વર્ષ 2018 માં ચેક અપાયા હતા. જે બે વર્ષની મુદત માટેના હતા પરંતુ એ મુદત પૂરી થતાં બેંકમાં ચેક નાખ્યા પછી ચેક રિટર્ન થયા છે. તેથી આરોપીઓનો સંપર્ક કરાતા તેમના દ્વારા સંતોષકારક પ્રત્યુતર ન મળતા આખરે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ આખા પ્રકરણમાં ખૂબ મોટું કૌભાંડ આચરાયું હોવાથી આ મામલાની સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ થાય અને આરોપી ઓના આઈટી રિટર્ન તથા બેંક ખાતાઓની તપાસ થાય તો ખૂબ મોટું આર્થિક કૌભાંડ બહાર આવે તેમ છે. તેમ જણાવીને ફરિયાદી દ્વારા આ મામલે હવે મક્કમતાથી કાનૂની રાહે આગળ વધવાનું ચીમકી પણ અપાઇ છે. આમ સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં મોટા પાયે કાર્યવાહી થાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news