ટૂંકા હાથના કારણે રિજેક્ટ શ્રમિકની દીકરી, સુપ્રીમના આદેશથી બનશે તબીબ

રાજકોટ ભાવનગર રોડ પર આવેલ નાના એવા આટકોટ ગામના શ્રમિક પરિવારની વિકલાંગ દીકરીએ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું

ટૂંકા હાથના કારણે રિજેક્ટ શ્રમિકની દીકરી, સુપ્રીમના આદેશથી બનશે તબીબ

રક્ષિત પંડ્યા/ રાજકોટ: આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે ‘મન હોય તો મણવે જવાય’ તે જ કહેવતને આજે સાર્થક કરી છે રાજકોટ જિલ્લાના આટકોટના શ્રમજીવી પરિવારની વિકલાંગ દીકરીએ. આટકોટના શ્રમજીવી પરિવારની વિકલાંગ દીકરીએ ડૉક્ટર બનવા માટે નીટની પરીક્ષા આપી હતી અને પરીક્ષામાં સારા માર્ક મેળવી મેડીકલમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા કરી હતી. જેમાં તેને ટૂંકા હાથ હોવાનું કહીને પ્રવેશ આપવામાં ન આવતા સુપ્રિમ કોર્ટના દ્વાર ખટખટાવતા કોર્ટે ટૂંકો હાથ એ ડૉક્ટર ન બનવાનું કારણ ન હોય શકે તેવી ટકોર સાથે એમબીબીએસમાં એડમીશન મળે તેવો હુકમ કર્યો હતો. ત્યારે આવો જોઈએ કોણ છે આ શ્રમિક પરિવારની વિકલાંગ દીકરી અને શું છે તેની કહાની.

लहरों से डर कर नौका पार नहीं होती.. कोशिश करने वालों की हार नहीं होती... આ પંક્તિ આજે સાર્થક થઇ છે. ગુજરાતના 4 હિમતવાન વિદ્યાર્થીઓન સ્વપન સાકાર કરવામાં. રાજકોટ ભાવનગર રોડ પર આવેલ નાના એવા આટકોટ ગામના શ્રમિક પરિવારની વિકલાંગ દીકરીએ ડોક્ટર બનવાનું સ્વપ્ન જોયું હતું અને પરિવાર ના સપોર્ટથી મહેનત કરી મેડિકલમાં એડમિશન માટે મેરીટ અને નિટની પરીક્ષા સારા માર્કથી પાસ કરી હતી.

છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા મગનભાઈની દીકરી હીનાને ધોરણ 12 સાયન્સમાં 89 પીઆર મેળવ્યા હતા. શ્રમજીવી પરિવારની દીકરી હીના પણ તબીબ બનવાના સ્વપ્ન સાથે સારા માર્કસ મેળવી નીટની પરીક્ષા આપતા 247 માર્કસ મેળવ્યા હતા. એમબીબીએસમાં પ્રવેશ માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પણ ઈન્ડિયન મેડિકલ કાઉન્સીલ દ્વારા એક હાથ ટૂંકો હોય ઈમરજન્સી સારવાર માટે નડતર બને તેવા કારણસર પ્રવેશ આપવામાં આવ્યો ન હોતો.

વિદ્યાર્થીની ના કહેવા મુજબ મેડિકલમાં એડમિશન લેવા સમયે પ્રથમ તેનું મેડિકલ ચેકપ ગાંધીનગર અને બાદમાં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાં તેમને શારીરિક રીતે વિકલાંગ હોવાનું જણાવી રિજેક્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ તબીબ બનવાની હઠ લઇ બેઠેલા આ વિદ્યાર્થીઓ હાઇકોર્ટના દ્વાર ખખડવાયા હતા અને ત્યાં પણ હાર મળતા સુપ્રીમના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વ પૂર્ણ ચુકાદો આ વિદ્યાર્થીઓની તરફેણમાં આપવામાં આવ્યો હતો.

કોર્ટે ટૂંકો હાથ એ ડૉક્ટર ન બનવાનું કારણ ન હોય શકે તેવી ટકોર સાથે એમબીબીએસમાં એડમીશન મળે તેવો હુકમ કર્યો હતો. અને આજે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી વિધાયર્થીનીને નવું જીવન મળ્યું હોય તેવું માની રહ્યા છે. શારીરિક ખોડ ધરાવતા 49 વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. બાદમાં સુપ્રિમ કોર્ટમાં થયેલી દલીલોને ધ્યાને લઈ ટૂંકો હાથ એ મેડિકલમાં પ્રવેશ મેળવવા માટેનું કારણ ન બની શકે તેવો નિર્ણય લઈ હીના મેવાશીયાને મેડિકલમાં પ્રવેશ મળે તેવો હુકમ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે શારીરિક રીતે ખોડ યુક્ત આ શ્રમિક પરિવારની દીકરીએ પહેલેથી જ સમાજ ની સેવા કરી માતા પિતાનું નામ રોશન કરવાનું સ્વપ્ન જોયું છે અને આજે તે ધીમે ધીમે તેના સ્વપ્નને સાકાર કરવા જઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news