અષાઢનો બીજો રાઉન્ડ આખા ગુજરાતમાં માટે ભારે, ધોધમાર વરસાદ બાદની તબાહીના પુરાવા આપતા 15 વીડિયો

Gujarat Rains : સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 158 તાલુકામાં વરસાદ, 15 તાલુકાઓમાં 2 ઈંચથી 14 સુધી પડ્યો વરસાદ, અષાઢનો બીજો રાઉન્ડ દક્ષિણ ગુજરાતમાં માટે ભારે, અમદાવાદના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં ઠેર ઠેર ભરાયાં પાણી,  રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ધોળા દિવસે ગણવા પડ્યા તારા, સુરતના ઉંમરપાડામાં 14 ઈંચ વરસાદથી રાજ્ય સરકારે SDRFની ટીમને કરી સ્ટેન્ડ બાય, ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો, નર્મદાના નાંદોદ અને ગરુડેશ્વરમાં 6 ઈંચ વરસાદ પડ્યો

અષાઢનો બીજો રાઉન્ડ આખા ગુજરાતમાં માટે ભારે, ધોધમાર વરસાદ બાદની તબાહીના પુરાવા આપતા 15 વીડિયો

Gujarat Weather Forecast : આજે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 124 તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતું. સુરતના ઉમરપાડામાં સવા 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ભરૂચના નેત્રંગમાં સાડા 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. ગરૂડેશ્વરમાં 6 ઈંચ, નાંદોદમાં સવા 5 ઈંચ વરસાદ નોંધાયો. હવમાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 30 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. આ વચ્ચે હવામાન વિભાગે નવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. અમદાવાદ સહીત મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. 

સુરતના છેવાડાના ઉમરપાડામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યું...ઉમરપાડામાં આભ ફાટતા જનજીવન ખોરવાયું છે...ઉમરપાડાના અનેક વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયા જેથી અનેક લો લેવલ કોઝ વે પરથી અવરજવર પણ બંધ થઈ ગઈ...જુઓ આ દ્રશ્યો...નદી વહેતી હોય તેવી રીતે રસ્તા પરથી પાણી વહી રહ્યા છે...ઉમરપાડમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે...

સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી ઉમરપાડાની મોહન અને વિરા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે...નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે વહેતી થઈ...તો અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા...ગામના ખેતર અને રસ્તાએ જાણે જળસમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા...

સુરતના જિલ્લાના ટુરિઝમ સ્પોટ દેવઘાત ધોધ જતો રસ્તો બંધ થયો...ઉમરપાડામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે...લો-લેવલ કોઝ-વે પર પાણી ફરી વળતાં રસ્તો બંધ થઈ ગયો છે...મોહન નદીના પાણી લો-લેવલ કોઝ-વે પર ફરી વળતા ગ્રામ્ય વિસ્તારના લોકોની મુશ્કેલી વધી ગઈ છે...

સુરતના ચેરાપુંજી કહેવાતા ઉમરપાડામાં સાંબેલાધાર વરસાદથી  ગોંડલિયા ગામે પસાર થતી વીરા નદી ગાંડીતૂર બની છે...ગોંડલિયા ગામે વીરા નદીનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે...લો-લેવલ બ્રિજ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો..જેથી અહીંયાથી અવરજવર બંધ થઈ ગઈ...ઉમરપાડામાં બારે મેઘ ખાંગા થતાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી...

સુરતના ઉમરપાડામાં SDRFની ટીમને એલર્ટ મોડ પર રખાઈ છે...ઉમરપાડામાં આભ ફાટતા તંત્ર સજ્જ સ્થિતિમાં છે..તમામ સાધન-સામગ્રી સાથે SDRFની ટીમ ખડેપગે છે...દરેક સ્થિતિમાં SDRFની ટીમ જરૂર જણાશે ત્યાં બચાવ કાર્યમાં જોડાશે...

નર્મદા જિલ્લામાં મેઘરાજા મહેરબાન
મૂશળધાર વરસાદને પગલે નર્મદાના નાંદોદનું લાછરસ ગામ પાણીમાં ગરકાવ થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે...સતત વરસાદથી લાછરસ ગામમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે...ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે...જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા છે....ગામમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે....ગામમાં પાણી ભરાવાના કારણે ગાડીઓ પણ વરસાદી પાણીમાં ડૂબી ગઈ છે...

નર્મદામાં આવેલી મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી...ડેડિયાપાડાના ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આ મોહન નદી આવેલી છે...ઉપરવાસમાં ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ...નદીમાં પાણીની આવકથી નવો બનાવેલો મોટો બ્રિજ પાણીમાં ગરકાવ થયો...પૂરની સ્થિતિના કારણે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અટવાઈ ગયા...તો ગારદા અને મોટા જાંબુડામાં નદી કિનારે આવેલા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા...ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ દેખાઈ રહી છે...

નર્મદાના રાજપીપળામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો..મુશળધાર વરસાદથી રાજપીપળામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી...રાજપીપળાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો, રાહદારીઓ અટવાયા...વાહનો બંધ થઈ જતાં દોરીને લઈ જવાનો વારો આવ્યો...

નર્મદાના ડેડિયાપાડમાં જળબંબાકારની સ્થિતિથી નાળું ધોવાઈ ગયું છે...ડુંગર વિસ્તારમાં વરસાદ પડતા સોલિયા અને યાલ ગામ વચ્ચેનું નાળું ધોવાયું...સોલિયા પાસે નાળું ધોવાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો...ધસમસતા પાણીના આ દ્રશ્યો જુઓ...એકાએક પાણી આવી જતાં સૌ કોઈ લોકો દંગ થઈ ગયા...

નર્મદાના લાછરસ ગામે વરસાદે મુશ્કેલી વધારી છે...વ્યાજબી ભાવની દુકાનમાં પાણી ઘૂસી જતાં અનાજ પલળી ગયું છે..દુકાનમાં મુકેલા ઘઉં સહિતના ધાન્ય પલળી જતાં મોટાપાયે નુકસાન થયું છે...નર્મદામાં ભારે વરસાદથી નુકસાનીના આ દ્રશ્યો સામે આવ્યા છે...

સાબરકાંઠા જિલ્લામાં વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા...સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો...તો ઈડરમાં પણ ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા...અંધારપટ થતાં દિવસે પણ વાહનચાલકોને લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી...કાળા ભમ્મર વાદળો વચ્ચે વરસાદ વરસતા પાણી ભરાયા જેથી વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો...ઠેર-ઠેર પાણી ભરાવવાની સ્થિતિથી તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ...

સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો...ભારે વરસાદથી ગાંભોઈમાં નેશનલ હાઈવે સર્વિસ રોડ તેમજ ભિલોડા તરફથી આવતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા...ગાંભોઈની બજારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા...વાવડી, રૂપાલ, મનોરપુર, અડપોદરા, પેઢમાળા, ટીમ્બાકંપા, બાવસર, હાથરોલ અને રણાસણ સહિતના ગામોમાં પણ મેઘરાજાનું આગમન થયું...

ભરૂચ નેત્રંગમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા દે ધનાધન વરસી રહ્યા છે ત્યારે ભરૂચના નેત્રંગમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી...ચાર કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસતા નેત્રંગમાં નદી-નાળામાં નવા નીરની આવક થઈ છે...નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેર નદી બે કાંઠે વહી રહી છે...ભારે વરસાદથી રસ્તાએ તો જળસમાધિ લઈ લીધી છે....રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા...

નેત્રંગના મોરિયાણામાં અમરાવતી નદીમાં ઘોડાપૂર આવ્યું...જેથી અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. 5 ઈંચથી વધુ વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે...ભારે વરસાદથી ખેતરમાં ફસાયેલા 32 વર્ષીય ખેડૂતનું રેસ્ક્યૂ કરાયું...
નેત્રંગ મામલતદારની ટીમે દોરડા બાંધી ખેડૂતનું રેસ્ક્યૂ કર્યું...
 

અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન
અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા...સવારથી ઘેરાયેલા વાદળો વચ્ચે મેઘરાજાનું આખરે આગમન થતાં જ લોકોમાં ખુશી જોવા મળી હતી. અમદાવાદના નરોડા, કુબેરનગર, મેમ્કો, સેજપુર, એરપોર્ટ, સરદારનગર, ઘાટલોડિયા, બોડકદેવ, દુધેશ્વર, શાહપુર અને દિલ્લી દરવાજા સહિતના વિસ્તારમાં વરસાદનું આગમન થયું...અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરેરાશ સવા એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો અને અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા...વરસાદના લીધે પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો...સવા એક ઈંચ વરસાદમાં પાણી ભરાતા અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલી ગઈ છે...અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા...સામાન્ય વરસાદમાં જ અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રસ્તા પાણીમાં ગરકાવ થયા...લાંબા સમયના વિરામ પછી વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી પરંતુ નજીવા વરસાદમાં જ અમદાવાદના શહેરીજનોની મુશ્કેલી વધી ગઈ...અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ લોકોની મુશ્કેલી વધી..અમદાવાદના શાહીબાગ ડફનાળાથી લઈ એરપોર્ટ રોડ વચ્ચે વૃક્ષ ધરાશાયી થયું...જેના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધી...

અમદાવાદ પાણી પાણી
શહેરમાં 12-2 દરમ્યાન સરેરાશ સવા એક ઇંચ વરસાદ નોંધાયો હતો. થોડા વરસાદમાં પણ ઉત્તર ઝોનના નરોડા, સૈજપુર, મેમ્કો, સરદારનગર સહિતના વિસ્તારના 12-1 દરમ્યાન 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. નિકોલ, ઓઢવ અને વિરાટનગર સહિતના વિસ્તારના પણ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ બંધ થતા હાલ મોટાભાગના સ્થળોએથી પાણીનો નિકાલ થવા લાગ્યો હતો. તકેદારી રૂપે વાસણા બેરેજના 2 દરવાજા ખોલી બેરેજની બીજી તરફ નદીમાં 7000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news