LCBએ સનાથલના પોશ બંગલામાં રેડ પાડી 11 જુગારીઓ ઝડપ્યા, 1.31 કરોડનો મુદ્દામાલ કબ્જે
અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. સનાથલ ગામમાં ગોકુલ ધામ બંગલા પ્લોટ નંબર 158માં પેટ્રોલિંગ હાથ ધરીને દરોડો પાડવામાં આવ્યો.
Trending Photos
અમદાવાદ: જેમ જેમ 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નજીક આવતી જાય છે તેમ તેમ જુગારધામ અને દારૂ પાર્ટીઓ વધી રહી છે. એલસીબીએ આવા જ એક દરોડામાં 11 લોકોની ધરપકડ કરી છે. ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમે સનાથલ ખાતે આવેલા ગોકુલધામ બંગલામાં રેડ પાડી. એલસીબીએ 1 કરોડ અને 31 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ અમદાવાદના રહીશ છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. સનાથલ ગામમાં ગોકુલ ધામ બંગલા પ્લોટ નંબર 158માં પેટ્રોલિંગ હાથ ધરીને દરોડો પાડવામાં આવ્યો. આ બંગલો નવીનભાઈની માલિકીનો હોવાનું જાણમાં આવ્યું છે જો કે તે હાલ ભાડે આપેલ છે. રેડ ગત રાતે 11 વાગ્યે પાડવામાં આવી હતી.
પોકર જુગાર રમતા 11 લોકોને પોલીસે પકડી પાડ્યા છે. પોલીસને પ્લાસ્ટિકના કોઈન, કાર્ડ, પોકર ટેબલ અને સાત વૈભવી ગાડીઓ મળી આવી છે. પકડાયેલા લોકોમાં હર્ષ તન્ના, રમેશ પ્રજાપતિ, સર્વેશ ફડચે, દિપક આશુદાની, હર્ષ સીરાણી, કૃણાલ ગુપ્તાનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે