ગુજરાતમાં ક્યારથી લાગુ થઈ દારૂબંધી, જાણો કયા મહારાણીએ દારૂબંધીને ગણાવી મોટી અડચણ
દરેકને માથુ ખંજવાળે એવો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે લાગુ થઈ. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા ત્યારે 1960 થી ગુજરાતમા સંપૂર્ણ દારૂબંધી છે. જોકે, દારૂ પર કન્ટ્રોલ અંગ્રેજો પર મૂક્યો હતો
Trending Photos
ઝી બ્યુરો, અમદાવાદ: ગુજરાતમાં સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં ત્રણ જિલ્લા અને ચાર તાલુકના લોકો સપડાયા છે. આ કથિત લઠ્ઠાકાંડમાં 35 થી વધુ લોકોનો ભોગ લેવાયો છે. જ્યારે 80 થી વધુ લોકો સારવાર હેઠળ છે. ત્યારે આ ઘટનાને પગલે ગુજરાત સરકારના દારૂબંધી સામેના કડક કાયદા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ગુજરાતમાં ક્યારથી દારૂબંધી લાગુ કરાઈ અને ગુજરાતના કયા મહારાણી હતા જેમણે ગુજરાતમાં દારૂબંધી અડચણરૂપ હોવાનું જણાવ્યું હતું. આવો જાણીએ આ અહેવાલમાં...
ગુજરાતમાં દારૂબંધી ક્યારથી લાગુ થઈ
દરેકને માથુ ખંજવાળે એવો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દારૂબંધી કેવી રીતે લાગુ થઈ. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ પડ્યા ત્યારે 1960 થી ગુજરાતમા સંપૂર્ણ દારૂબંધી છે. જોકે, દારૂ પર કન્ટ્રોલ અંગ્રેજો પર મૂક્યો હતો. ગુજરાતમાં દારૂ પર પ્રતંબિધ પહેલીવાર અંગ્રેજોએ દાખલ કરી. એ પહેલા દક્ષિણ ગુજરાતના લોકો તાડી અને ચોખામાંથી દારૂ બનાવતા હતા. આદિવાસીઓ પણ પોતાનો અલગ દારૂ બનાવતા હતા.
અંગ્રેજોએ રેવન્યુ માટે સિસ્ટમ દાખલ કરવાનો પ્રયાસ કર્યો. સરકાર જાતે દારૂ બનાવશે અને લોકો ખરીદશે તેવી સિસ્ટમ તેઓ દાખલ કરવા માંગતા હતા. કાયદા પ્રમાણે ગુજરાતમાં કોઈ દારૂ પી શકે નહિ, પણ ડોક્ટરની મંજરી સાથે જ દારૂ પી શકાય. જોકે, ગાંધીજીનું નિધન 1948 માં થયું, અને ગુજરાતમાં દારૂબંધી 1960 માં આવી. ગુજરાત ઉપરાંત મિઝોરમ, નાગાલેન્ડ અને બિહાર જેવા રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે.
ગુજરાતના આ મહારાણીએ દરૂબંધીને લઇ આપ્યું હતું મોટું નિવદેન
વર્ષ 2020 માં ગુજરાત સરકારે રાજ્યની હેરિટેજ ટુરિઝમની પોલિસી જાહેર કરી હતી. જેથી ગુજરાતના પ્રવાસન વિભાગને વેગ મળે, પરંતુ તે સમયે ટુરિઝમ પોલિસી અંગે વડોદરાનાં મહારાણીનું મોટું નિવેદન સામે આવ્યું હતું. વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે ગુજરાતમાં દારૂબંધીને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતમાં દારૂબંધી ટુરિઝમ પોલિસી સામે મોટી અડચણ હોવાનું જણાવ્યું હતું.
ગુજરાતનું ટુરિઝમ આ કારણે છે પાછળ
વર્ષ 2020 માં સરકાર સાથેના વેબિનારમાં વડોદરાના મહારાણીએ આ નિવદેન આપ્યું હતું. નવી ટુરિઝમ પોલિસી અંગે મહારાણી રાધિકારાજે ગાયકવાડે જણાવ્યું હતું કે, ટુરિઝમ પોઈન્ટથી જોઇએ તો રાજસ્થાન વધુ પોપ્યુલર છે. રાજસ્થાનમાં સૌથી વધુ ટુરિસ્ટ આવે છે. ગુજરાતમાં પણ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આર્કિટેક્ચર છે. ડ્રાય સ્ટેટ હોવાથી ગુજરાતમાં લક્ઝરી ટુરિસ્ટ ક્યાંથી આવશે. ગુજરાત પાસે મહેલો-કિલ્લાઓનો ભવ્ય વારસો છે.
આ મહેલો ભવ્ય હોટલોમાં બદલી શકાય છે. પરંતુ તેમાં દારૂબંધી મોટું નડતર છે. રાજસ્થાનમાં ટુરિઝમની સફળતાનું કારણ દારૂબંધીની છૂટછાટ છે. રાજસ્થાન જતાં તમામ પ્રવાસી વાઈનનો ગ્લાસ લઇને બેસી શકે છે. પરંતુ દારૂબંધી હોવાને કારણે કોઈ ટુરિસ્ટ લક્ઝુરિયસ ટ્રાવેલ નહીં અનુભવી શકે. અહીં રાજસ્થાનની જેમ ડેસ્ટિનેશન વેડિંગ કરવું પણ અશક્ય છે. દારૂબંધીને કારણે ગુજરાતમાં ટુરિઝમ યોગ્ય રીતે વિકસી નહીં શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે