જબરદસ્ત, અફલાતૂન... Xiaomiના નવા લોન્ચ થનારા ફોન માટે આ શબ્દો પણ ઓછા પડે એવા છે ફીચર્સ

મોબાઈલ ફોનની દુનિયામાં એક નવી જ ક્રાંતિ આવી રહી છે. દુનિયાનો પહેલો 16GB Ram વાળો મોબાઈલ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે. શાઓમી (Xiaomi) એ પોતાના બ્લેક શાર્ક-3 સીરિઝ સ્માર્ટફોન (Smartphone) માર્કેટમાં ઉતારવાનો નિર્ણય કરી લીધો છે. તે માત્ર 5G કનેક્ટિવિટી માટે જ ફાયદકારક નથી. આટલી વધુ રેમવાળો ફોન કોઈ પણ તેજી કોઈ પણ સામાન્ય ફોનથી વધુ હોવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. ખાસ કરીને 5G નેટવર્ક અને નવા ગ્રાફિક્સવાળ ગેમ્સના શોખીનો માટે આ ફોન વરદાન સાબિત થશે. 

Updated By: Jan 13, 2020, 02:57 PM IST
જબરદસ્ત, અફલાતૂન... Xiaomiના નવા લોન્ચ થનારા ફોન માટે આ શબ્દો પણ ઓછા પડે એવા છે ફીચર્સ

અમદાવાદ :મોબાઈલ ફોનની દુનિયામાં એક નવી જ ક્રાંતિ આવી રહી છે. દુનિયાનો પહેલો 16GB Ram વાળો મોબાઈલ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે. શાઓમી (Xiaomi) એ પોતાના બ્લેક શાર્ક-3 સીરિઝ સ્માર્ટફોન (Smartphone) માર્કેટમાં ઉતારવાનો નિર્ણય કરી લીધો છે. તે માત્ર 5G કનેક્ટિવિટી માટે જ ફાયદકારક નથી. આટલી વધુ રેમવાળો ફોન કોઈ પણ તેજી કોઈ પણ સામાન્ય ફોનથી વધુ હોવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. ખાસ કરીને 5G નેટવર્ક અને નવા ગ્રાફિક્સવાળ ગેમ્સના શોખીનો માટે આ ફોન વરદાન સાબિત થશે. 

JNUના સાઈડ ઈફેક્ટ્સ : આ પ્રોજેક્ટ્સમાંથી દીપિકાને હાથ ધોવા પડ્યા...

બ્લેક શાર્ક3 ક્લાવકોમ સ્નૈપડ્રેગન 588 પ્લસ ચિપસેટ
કંપની તરફથી મળેલા સંકેતો પરથી એવુ પણ જાણવા મળ્યું છે કે, બ્લેક શાર્ક3 ક્લાવકોમ સ્નૈપડ્રેગન 588 પ્લસ ચિપસેટથી લેસ હશે. જાણકારોનું કહેવુ છે કે, આટલી મોટી ઈન્ટરનલ મેમરી ગેમ રમનારા યુઝર્સ માટે તે વરદાન સાબિત થશે.

કિંમત પર હજી વાત અટકી
આ નવા શાર્ક 3ની કિંમતને લઈને વિવિધ વાતો સામે આવી રહી છે. ચીની વેબસાઈટ પાસથી મળેલી માહિતી અનુસાર, નવો સ્માર્ટફોન મોંઘો હશે. જોકે, 5G વર્ઝનની સાથે જ 4G લેવલનો ફોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે તેની કિંમત ઓછી હશે. પરંતુ કંપનીએ અત્યાર સુધી કિંમતને લઈને કોઈ ખુલાસો કર્યો નથી.

પહેલા મોઢું મીઠું અને પછી નજરકેદ... કોઈ સિક્રેટ મિશનની જેમ Budget બનાવાય છે, આવી છે પ્રોસેસ 

4000mAhની બેટરી સાથે આવશે ફોન
ચીની સાઈટના અનુસાર, બ્લેક શાર્ક 3ને ઘણો પાવરફુલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નવા ફોનમાં 4000mAh ની બેટરી લગાવવામા આવી રહી છે. આ સાથે જ તેને ફાસ્ટ ચાર્જિંગ માટે 27W ટેકથી નવી ટેકનિકનો ઉપયોગ કરવામા આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક