શાહનવાઝ શેખનું પત્તુ કપાતા NSUI નારાજ, કાર્યકર્તાઓનો કોંગ્રેસ ઓફિસ બહાર વિરોધ

શાહનવાઝ શેખનું પત્તુ કપાતા NSUI નારાજ, કાર્યકર્તાઓનો કોંગ્રેસ ઓફિસ બહાર વિરોધ
  • શાહનવાઝ શેખના સમર્થનમાં NSUI સહિત યૂથ કોંગ્રેસના 400 જેટલા કાર્યકરોએ રાજીનામા આપ્યા
  • પક્ષે NSUI ને નજર અંદાજ કરતા કાર્યકરોની નારાજગી સામે આવી 
  • કોંગ્રેસના ગઢ સમાન વિસ્તારોમાં જ કોકડું ગૂંચવાયું
  • સરસપુર, ગોમતીપુર અને બહેરામપુરા વોર્ડનો મુદ્દો અમિત ચાવડાએ હાથ પર લીધો 

ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદ મનપા કોંગ્રેસમાં હજીપણ ઉમેદવારોને લઇ અસમંજસની સ્થિતિ જોવા મળી છે. તો બીજી તરફ ઉમેદવારોમાં ઉભો થયેલો અસંતોષ ખાળવા માટે કોંગ્રેસે (congress) ફોન કરીને જાણ કરવાનો વચલો રસ્તો અપનાવ્યો છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ફોન કરવીને જાણ કરવામાં આવી રહે છે. યાદી જાહેર કરવાને બદલે ઉમેદવારોને ફોનથી જાણ કરાઈ રહી છે કે તમે ફોર્મ ભરી દો. ત્યારે કોંગ્રેસમાં NCUI ની નારાજગી સામે આવી છે. શાહનવાઝ શેખના સમર્થનમાં NSUI સહિત યૂથ કોંગ્રેસના 400 જેટલા આગેવાન અને કાર્યકરોએ પક્ષને રાજીનામા ધરી દીધા છે. NSUIના કાર્યકતાઓને ટિકિટ ન અપાતાં આજે કોંગ્રેસ ઓફિસે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. શાહનવાઝના સમર્થનમાં GPCC ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. જમાલપુરથી ટિકિટ આપવાની માંગ કરીને કાર્યકર્તા મુખ્ય ગેટ બહાર NSUI ના કાર્યકરો ધરણા પર બેસ્યા છે. કાર્યકર્તા દ્વારા ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી. બંને ધારાસભ્યોનો વિરોધ કરવામાં આવ્યો. 

પક્ષે NSUIને નજર અંદાજ કરતા કાર્યકરો નારાજ 
તો બીજી તરફ, NSUI ના કાર્યકારોએ સોશિયલ મીડિયા પર રાજીનામા આપ્યા છે. પક્ષે NSUI ને નજર અંદાજ કરતા કાર્યકરોની નારાજગી સામે આવી છે. NSUIના કાર્યકરો પ્રદેશ કાર્યાલય ખાતે આ અંગે દેખાવો પણ કરશે. NSUIના નારાજ કાર્યકરોએ શાહનવાઝ શેખ (shahnavaz sheikh) ના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. જમાલપુર (jamalpur) થી શાહનવાઝ શેખને ટિકિટ આપવાની NSUIએ માંગ કરી હતી. અગાઉ પણ NSUIએ ટિકિટની માંગ કરી હતી. ત્યારે, શાહનવાઝ શેખના સમર્થનમાં NSUI ના કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા છે. 

આ પણ વાંચો : છેલ્લી ઘડીએ કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવારોને ફોન કરીને કહ્યું, તમને ટિકિટ મળી છે, ફોર્મ ભરી દો  

NSUI ના કાર્યકર્તા વિરોધ માટે કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા 
શાહનવાઝ શેખના સમર્થનમાં NSUI સહિત યુથ કોંગ્રેસના કેટલાક આગેવાન અને કાર્યકરોના રાજીનામા આપ્યા છે. NSUI ના શહેર પ્રમુખ આસિફ પવાર સહિત, અમદાવાદ જિલ્લા કમિટીના પ્રમુખ સહિત હોદ્દેદારો, ગુજરાત યુનીવર્સીટીના બે વેલ્ફેર મેમ્બર જેમાં સંજય સોલંકી, અરબાજ પઠાણ, પ્રદેશના મહામંત્રી સોહેલ શેખ, દિગ્વિજય દેસાઈ, પાર્થ દેસાઈ, નારાયણ ભરવાડ સહિત અંદાજે 400 થી વધુ હોદ્દેદારો તેમજ કાર્યકરોએ રાજીનામાં આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો આ માટે NSUI ના કાર્યકરો સવારથી ધીમે ધીમે GPCC ખાતે પહોંચવાની શરૂઆત થઈ છે. તો બીજી તરફ, કોંગ્રેસ સેવાદળ પણ નારાજ છે, બાપુનગરમાં બેઠક હોવાની વાત ચાલી રહી છે. 

No description available.

No description available.

No description available.

 

No description available.

No description available.

આ પણ વાંચો : રાજકોટ કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર, કેટલાક વોર્ડમાં હજી પણ ખેંચતાણ ચાલુ

કોંગ્રસના ગઢ સમાન વિસ્તારોમાં જ કોકડૂં ગૂંચવાયેલું 
અમદાવાદ મનપા કોંગ્રેસમાં હજીપણ ઉમેદવારોને લઈ હજી પણ અસમંજસની સ્થિતિ છે. ફાઈનલ કરાયેલા દાવેદારોમાં અસંતોષ થતા તેઓે ફાર્મ હાઉસ બોલાવવામાં આવ્યા છે. પ્રાંતીય ફાર્મ હાઉસ પર ઉમેદવારોને લઇ હજીપણ મથામણ ચાલી રહી છે. કોંગ્રેસના ગઢ સમાન વિસ્તારોમાં જ કોકડું ગૂંચવાયું છે. સરસપુર, ગોમતીપુર અને બહેરામપુરા વોર્ડનો મુદ્દો અમિત ચાવડાએ હાથ પર લીધો છે. 

ધારાસભ્ય અને પાર્ટીને સ્થાનિક કાર્યકરો સામે ઝુકવું પડ્યું
સરદારનગર વોર્ડમાં મોટા પ્રમાણમાં વિરોધ થતાં લાલચંદ પાનચંદ પંજવાણીની જગ્યાએ મોડી રાત્રે યુવા મોરચાના કાર્યકર્તા ચંદ્રકાંત મુરલી ખાનચંદાની (સન્ની) ને પાર્ટી કોર્પોરેશન માટે લડવાની સૂચના અપાઈ છે. ત્યારે આજે તેઓ ફોર્મ ભરશે. છેવટે ધારાસભ્ય અને પાર્ટી આગેવાનોને સ્થાનિક કાર્યકરો સામે ઝુકવું પડ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news