લોકડાઉનમાં છુટછાટ અપાઇ છે માટે લોકો મેળાવડાઓ કરવાનું ટાળે, કડક હાથે કાર્યવાહી થશે: DGP શિવાનંદ ઝા

રાજ્યમાં આજથી લોકડાઉનમાં અનેક પ્રકારની છુટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્યમાં લોકડાઉનમાં મળેલી છુટછાટ વચ્ચે પ્રથમ દિવસે જ લોકોનાં ટોળેટોળા ઉતરી પડ્યા હતા. ઠેરઠેરથી સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યાં હતા. રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે એક મહત્વનો સંદેશ આપ્યો હતો.  રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ કે, રાજ્યમાં જે વિસ્તારમાં લોકડાઉનમાં છુટ નથી આપવામાં આવી ત્યાં પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરશે. કોઇ પણ વ્યક્તિ કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી બહાર ન નિકળે તેની તકેદારી રાખવામાં આવશે.
લોકડાઉનમાં છુટછાટ અપાઇ છે માટે લોકો મેળાવડાઓ કરવાનું ટાળે, કડક હાથે કાર્યવાહી થશે: DGP શિવાનંદ ઝા

ગાંધીનગર : રાજ્યમાં આજથી લોકડાઉનમાં અનેક પ્રકારની છુટછાટ સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્યમાં લોકડાઉનમાં મળેલી છુટછાટ વચ્ચે પ્રથમ દિવસે જ લોકોનાં ટોળેટોળા ઉતરી પડ્યા હતા. ઠેરઠેરથી સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યાં હતા. રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે એક મહત્વનો સંદેશ આપ્યો હતો.  રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ કે, રાજ્યમાં જે વિસ્તારમાં લોકડાઉનમાં છુટ નથી આપવામાં આવી ત્યાં પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ કરશે. કોઇ પણ વ્યક્તિ કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી બહાર ન નિકળે તેની તકેદારી રાખવામાં આવશે.

રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકોએ સ્વેચ્છાએ નિયમો અને ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ. નવી ગાઇડલાઇન અનુસાર લોકડાઉનમાં ઘણી છુટછાટ આપવામાં આવી છે. પરંતુ તમામ લોકો આપેલી છુટનો ઉપયોગ કરતી વખતે સંક્રમણથી બચવાની તકેદારી રાખે તે જરૂરી છે. નવી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા જણાવી દેવાયું છે.

ગાઇડલાઇનનું સ્થાનિક તંત્ર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનું ધ્યાને આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી તમામ પ્રકારની સેવા બંધ રાખવાની રહેછે. જે વિસ્તારમાં છુટછાટ આપવામાં આવી છે ત્યાં મોલ, સ્વિમિંગ પુલ, જીમ અને ધાર્મિક મેળાવડાઓનાં આયોજનની મનાઇ છે. જો તેનું ઉલ્લંઘન થશે તો કાર્યવાહી કરવામાં આવશે.  તેમજ કન્ટેઇનમેન્ટ ઝોનમાં પહેલાની જેમ જ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news