લોકસભા ચૂંટણી 2019 : હાર્દિક પટેલનો સીધો વાર, ભાજપમાં જોડાયો હોત તો ખુરશી સાફ કરતો હોત

હાર્દિક પટેલે પોરબંદર ખાતે જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપમાં અહંકાર આવી રહ્યો છે. જો આ સરકાર ફરી આવી તો આ દેશમાં ફરી એકેય વાર ચૂંટણી નહીં થવા દે. હાર્દિક પટેલે મહેસાણા ખાતેના એક કાર્યક્રમને યાદ કરતાં કહ્યું કે, અહીં રાજ્યના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનની પાર્ટી છે એવું કહીને દેશના મહાન નેતાઓનું અપમાન કર્યું છે. સરદાર પટેલથી લઇને નહેરૂ સહિતના નેતાઓ આ પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે ત્યારે આ નેતાઓનું અપમાન છે.

લોકસભા ચૂંટણી 2019 : હાર્દિક પટેલનો સીધો વાર, ભાજપમાં જોડાયો હોત તો ખુરશી સાફ કરતો હોત

પોરબંદર :પોરબંદર કોંગ્રેસ ના ઉમેદવાર લલિત વસોયા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા લલિત વસોયા પોરાઇ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. ત્રણ જેટલા મંદિરોમાં દર્શન તેઓ જાહેર સભા સંબોધવાના છે. ત્યારે તેમની જાહેર સભામાં હાર્દિક પટેલ સહિત કોંગી આગેવાનો તેમજ નેતાઓ જોડાયા હતા. આ જાહેર સભામાં હાર્દિક પટેલે મંચ પરથી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. 

ચૂંટણી લડવા અંગે કહ્યું કે, હાર્દિકને ચૂંટણી લડવા ન દીધી. લડ્યો હોત તો એક જગ્યાએ લડ્યો હતો, હવે 26 જગ્યાએ લડીશ. કોંગ્રેસમાં જોડાયો તેના સવાલો થાય છે. ભાજપમાં જોડાયો હોત તો આજે ખુરશી સાફ કરતો હોત. ગુજરાતમાં વેપારીઓ પરેશાન છે. વેપારીઓને ડર છે કે મારે ત્યા રેડ પડશે. આ ડરને કારણે ભાજપ રાજ કરે છે. મેટ્રો માટે આટલી ઉતાવળ કેમ, માત્ર 6 કિલોમીટર મેટ્રોનું જ ઉદઘાટન કર્યું. ગામડાઓમાં બસ નથી, અને મેટ્રોની વાત કરે છે.

હાર્દિક પટેલે પોરબંદર ખાતે જાહેર સભામાં ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપમાં અહંકાર આવી રહ્યો છે. જો આ સરકાર ફરી આવી તો આ દેશમાં ફરી એકેય વાર ચૂંટણી નહીં થવા દે. હાર્દિક પટેલે મહેસાણા ખાતેના એક કાર્યક્રમને યાદ કરતાં કહ્યું કે, અહીં રાજ્યના મુખ્યમંત્રીએ કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનની પાર્ટી છે એવું કહીને દેશના મહાન નેતાઓનું અપમાન કર્યું છે. સરદાર પટેલથી લઇને નહેરૂ સહિતના નેતાઓ આ પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે ત્યારે આ નેતાઓનું અપમાન છે. 

જુઓ LIVE TV

હાર્દિકે કહ્યું કે, નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે લોકોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. જે રીતે યુવાનોને રોજગારી નથી મળતી, યુવતીઓ અસુરક્ષિત થઈ રહી છે. આ કામ તમારે કરવાનુ છે. ભાજપના નેતાઓ મંચ પર જઈને કહી છે કે કોંગ્રેસ શુ કર્યું 60 વર્ષમાં. ભાજપનો ઉદય પણ નહોતો થયો, ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધીજીના કાર્યકાળમાં મજબૂત બનાવવાનું કામ કર્યું છે. હાલ હું મેં ભાજપનું કાર્યાલય જોયું, આલિશાન બનાવ્યું છે. મોદી, અમિત શાહનો સારો ફોટો લગાવ્યો છે. આ ફોટોમાં તેમનુ ઘમંડ દેખાય છે. ભાજપ કહે છે કે, હાર્દિક જેવા યુવાનો અલગાવવાદી છે. કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાની પાર્ટી છે. કોંગ્રેસના પ્રમુખ સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, લાલાલજપત રાય, પંડિત નેહેરુ અને મૌલાના આઝાદ રહ્યા છે. તેમનુ અપમાન ભાજપે કર્યું છે. 

હાર્દિક પોતાના સંબોધનમાં ઈશરત જહા એન્કાઉન્ટરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમા કહ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના જીવને ખતરો છે તેવું ક્યારેય સાંભળ્યું નહિ હોય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news