એક ફૂલ દો માલી જેવો ઘાટ ; વલસાડમાં પ્રેમનું ધતિંગ કરતા કરતા ધીંગાણું થઈ ગયું...

ગુજરાતના છેવાડાના વલસાડ જિલ્લામા એક ફૂલ દો માલી જેવો કિસ્સો સામે આવ્યો છે. વલસાડમાં એક યુવતીના પ્રેમમાં બે યુવકો પડ્યા હતા. યુવતીને છોડી દેવા એક યુવકે બીજા યુવક પર હુમલો કર્યો હતો. આ મારામારીમાં 7 લોકો સામે ગુનો નોંધાયો છે. વલસાડમાં એક યુવતીના પ્રેમમાં પાગલ બે પ્રેમીઓ કૂતરા-બિલાડાની માફક બાખડી પડ્યા હતા. પ્રેમમાં ધિંગાણુ કરતા બંને પ્રેમીના માથા ફૂટ્યા હતા અને હાથ ભાંગ્યા હતા. વલસાડ રુરલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એક ફૂલ દો માલી જેવો ઘાટ ; વલસાડમાં પ્રેમનું ધતિંગ કરતા કરતા ધીંગાણું થઈ ગયું...

ઊમેશ પટેલ/વલસાડ :ગુજરાતના છેવાડાના વલસાડ જિલ્લામા એક ફૂલ દો માલી જેવો કિસ્સો સામે આવ્યો છે. વલસાડમાં એક યુવતીના પ્રેમમાં બે યુવકો પડ્યા હતા. યુવતીને છોડી દેવા એક યુવકે બીજા યુવક પર હુમલો કર્યો હતો. આ મારામારીમાં 7 લોકો સામે ગુનો નોંધાયો છે. વલસાડમાં એક યુવતીના પ્રેમમાં પાગલ બે પ્રેમીઓ કૂતરા-બિલાડાની માફક બાખડી પડ્યા હતા. પ્રેમમાં ધિંગાણુ કરતા બંને પ્રેમીના માથા ફૂટ્યા હતા અને હાથ ભાંગ્યા હતા. વલસાડ રુરલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શું બન્યુ હતું
વલસાડના ખજુરડી ગામે રહેતા લાલુભાઈ હળપતિ અટગામ ખાતે રહેતી એક યુવતી સાથે પ્રેમમાં પડ્યો હતો. પરંતુ કલવાડાના વડફળીયામાં રહેતા પણ એક યુવક અજય રાઠોડને આ જ યુવતી પસંદ હતી. બંને યુવકો એક જ યુવતીના પ્રેમમાં પડ્યા હતા. આ લવ ટ્રાયએન્ગલનો ઉકેલ લાવવા માટે બંને વચ્ચે વલસાડ હાઈવે પર આવેલી સાસુમા હોટલમાં બેઠક ગોઠવવામાં આવી હતી. જેથી સમાધાન થાય અને કોઈ ઉકેલ આવે.

જોકે, સમાધાનને બદલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંનેના ઝગડાની સાથે બંને સાથે આવેલા સાગરિતો પણ બાખડી પડ્યા હતા. અજય રાઠોડ તથા તેના 7 મિત્રોએ લાલુભાઈ હળપતિને ઢોર માર માર્યો હતો. બાદમાં ત્યાંથી ભાગી છૂટ્યા હતા. સમગ્ર ઘટના અંગે સંજયભાઈ અમૃતભાઈ હળપતિએ અજય રાઠોડ તથા તેના સાગરિતો સામે રાયોટીંગની ફરિયાદ નોંધાવી હતી. વલસાડ રૂરલ પોલીસ મથકે FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

No description available.

વલસાડના અન્ય સમાચાર
વલસાડમાં પાથરી ગામેથી પસાર થતી નદીમાંથી અંદાજે 30 વર્ષીય યુવકની લાશ આજે મળી આવી છે. યુવકના શરીરે દોરી બાંધેલી હતી. તેમજ ત્રણ માથેના ભાગે ઇજા પહોંચાડી તેની હત્યા કરવામાં આવી હતી. અને બાદમાં લાશ નદી ફેંકી દેવામાં આવી તેવુ પોલીસને પ્રાથમિક તારણમાં જણાયું. યુવકના મૃતદેહ સાથે પથ્થર ભરેલો થેલો પણ બાંધેલ હતો, જેથી લાશ નદીમાં ડૂબેલી રહે. આ ઘટનાથી વલસાડ રૂરલ પોલીસ અને DYSP સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે લાશ નદીમાંથી કાઢીને વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news