possibility

એક કોન્સ્ટેબલ 50 લાખની લાંચ માંગી શકે? આર.આરના મોટા માથાઓની સંડોવણીની શક્યતા

ખંભાતના ખાતર કૌભાંડમાં ભીનુ સંકેલવા માટે આરઆર સેલનો એક કોન્સ્ટેબલ લાખો રૂપિયાની લાંચ લેતા એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા રંગેહાથ ઝડપી લેવાયો હતો. ખંભાતના ખાતર કૌભાંડમાં નામ દાખલ નહી કરવા માટે 60 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જો કે આખરે 50 લાખમાં સોદો નક્કી થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજ્ય વ્યાપી કૌભાંડને પર્દાફાશ કરવાની શેખી મારતા આરઆરસેલનો એક કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઉલ એસબીના છટકામાં 50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.

Jan 1, 2021, 11:50 PM IST

રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં માવઠાની, શિયાળુ પાકમાં પણ ખેડૂતોને નુકસાનની વકી

ઉત્તર તરફથી આવી રહેલા ઢંડા પવનોના કારણે ગુજરાત આખુ અત્યારે ઠંડીથી ઠુંઠવાઇ રહ્યું છે. ત્યારે નવા વર્ષે 2 અને 3 જાન્યુઆરીનાં રોજ માવઠાની આગાહી છે. હવામાન ખાતાની યાદી અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાતા ઉત્તર અને ઉત્તરપૂર્વ ગુજરાતમાં બે દિવસમાં વરસાદ પડી શકે છે. આ માવઠું મોટેભાગે સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં જોવા મળશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બીજી તરફ માવઠાને કારણે વાદળાની અસરોથી ગુજરાતનાં બાકીનાં વિસ્તારોમાં ઠંડીમાં ચમકારો જોવા મળી શકે છે. 

Dec 31, 2020, 10:05 PM IST

ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ સિવાય તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી શક્યતા

ગુજરાતમાં કોરોનાને કારણે સમગ્ર શિક્ષણ તંત્ર ડખે ચડ્યું છે. નવા સત્રથી એક પણ વખત શાળાઓ ચાલુ થઇ નથી. જ્યારે શાળાઓ ફરી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતા સરકાર દ્વારા પોતાનો નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે હવે ડિસેમ્બર મહિનો આવી ચુક્યો છે. તેવામાં હવે શાળાઓ ખોલવી કે નહી તે મુદ્દે હજી પણ સ્થિતી અંગે કોઇ જ સ્પષ્ટતા નથી. તેવામાં હવે કદાચ શાળાઓ ખુલી પણ જાય તો જાન્યુઆરીથી માર્ચ ત્રણ મહિના જ વિદ્યાર્થીઓને ભણાવી શકાય તેવી સ્થિતી છે. તેવામાં સરકાર હવે માસ પ્રમોશન આપે તેવી શક્યતા મહત્તમ છે. 

Dec 1, 2020, 06:48 PM IST

ગુજરાત: રાજ્યસભા ચૂંટણી બાદ સંગઠનમાં મોટા પરિવર્તનનાં એંધાણ, થઇ શકે મોટા પરિવર્તન

રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપના સંગઠનમાં પણ મોટા પરિવર્તનનો દોર આવી શકે છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખથી માંડીને સંગઠન ક્ષેત્રનાં તમામ મોટા પદ પર પરિવર્તનનો પવન ફૂંકાઇ શકે છે. હાલમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાનાં 3 ઉમેદવારો જીતે તે માટે ભરચક પ્રયાસો કરી રહ્યા છે. 

Jun 13, 2020, 10:54 PM IST

દુનિયાને હત્યાની ધમકી આપનારા વિશાલ ગૌસ્વામીને પોતાનાં એન્કાઉન્ટરનો ડર !

ગુજરાત ના ક્યાં કુખ્યાત ગુનેગારને પોતાના એન્કાઉન્ટરનો ડર છે શું પોલીસ એન્કાઉન્ટર કરશે ?  ડર કુખ્યાત આરોપી અને જેલ માં રહીને ખંડણી નેટવર્ક ચલાવનાર એવા વિશાલ ગોસ્વામી સહિત 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. નવા કાયદા ગુજસીકોટ મુજબ તમામ આરોપીઓના ક્રાઇમ બ્રાન્ચ તરફ થી 30 દિવસનાં રિમાન્ડની માંગણી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ વિશાલ નું એન્કાઉન્ટર થશે એવો ડર વ્યક્ત કર્યો છે. કોર્ટ માં વર્ષ 2011-12 માં અમદાવાદમાં તરખરાટ મચાવનાર ગેંગ વિશાલ ગોસ્વામી ને એન્કાઉન્ટરની ભીતિ છે.

Jan 20, 2020, 07:02 PM IST
Water Level of Yamuna River Increases, Possibility of Floods In Delhi PT3M35S

યમુના નદીના જળસ્તરે વટાવી ભયજનક સપાટી, દિલ્લી પર વધ્યો પૂરનો ખતરો

દિલ્લી પર ધીમે ધીમે વધી રહ્યો છે પુરનો ખતરો, હથનીકુંડમાંથી છોડાયું 8 લાખ ક્યુસેક પાણી. નીચાણવાળા વિસ્તારમાંથી 10 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.

Aug 20, 2019, 03:20 PM IST