ભારત અને ઈઝરાયેલના PM માટે શાહી ભોજન, કઈ કઈ ચટાકેદાર વાનગીઓ હશે? તે જાણો

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ  ભારતના પ્રવાસે છે. આજે તેઓ ગુજરાતની મુલાકાતે છે.

ભારત અને ઈઝરાયેલના PM માટે શાહી ભોજન, કઈ કઈ ચટાકેદાર વાનગીઓ હશે? તે જાણો

અમદાવાદ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હાલ  ભારતના પ્રવાસે છે. આજે તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે તેઓ દુનિયાના ત્રીજા એવા નેતા છે જે માત્ર 40 જ મહિનામાં અમદાવાદની મુલાકાત લઈ રહ્યાં છે. નેતન્યાહૂના લગભગ 6 કલાકના રોકાણમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથ આપશે. ઈઝરાયેલના વડાપ્રધાનના આ મુલાકાત દરમિાયન રોડ- શો, બાવળા ખાતેના આઈ-ક્રિયેટ સંસ્થાની મુલાકાત તથા પ્રાતિજના વદરાડ ગામે શાકભાજી ઉછેરના સેન્ટર ઓફ એક્સલન્સની મુલાકાત મુખ્ય રહેશે. નેતન્યાહૂ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ ગુજરાતની મુલાકાત લીધી હતી. 

આ દરમિયાન બપોરે 2 વાગ્યે પીએમ મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન સાથે મળીને શાહી ભોજનનો સ્વાદ માણશે. આ ભોજનનું મેનું અહીં રજુ કરવામાં આવ્યું છે. 

વેલકમ ડ્રીન્ક

ગ્લોરિસા (ફ્રેશ ઓરેન્જ અને પાઈનેપલ જ્યુસ, બાસિલ અને ફુદીનો)
મસાલા છાશ (બટરમિલ્ક)

સલાડ અને પ્રિ પ્લેટેડ એપેટાઈઝર

ટમટમ ઢોકળા 
લાઈવ પાત્રા
હુમ્મુસ
ઈઝરાયેલી સલાડ
સ્પ્રાઉટ અને કાળા ચણાની ચાટ
ચણાચોર ચાટ
ફ્રેશ ગ્રીન સલાડ
દહીવડાં

સૂપ

ટોમેટો ફૂદીનો શોર્બા

મેઈન કોર્સ

લીલવા કચોરી, નવતાડ સમોસા
પનીર ટિક્કા મસાલા
ઊંધીયું
રાજસ્થાની ગટ્ટા કરી
મુજાદ્દરા (ફ્લેવરફૂલ રાઈસ, ટેંગી યોગર્ટ કરીમાં બનાવેલા)
એગપ્લાન્ટ અને પોટેટો મોઉસકા
દાળ તડકા
જીરા મટર પુલાવ
ફૂલકા, પરાઠા, પૂરી
પાપડ, અથાણું, ચટણી

ડેઝર્ટ

ગાજરનો હલવો
મુહલાબિયા (મીલ્ક પુડિંગ વીથ પીસ્તા એન્ડ રોઝ ફ્લેવર)
કુલ્ફી

છેલ્લે મુખવાસમાં પાન અપાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news