ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી વાટ્યો ભાંગરો, કિસાન સૂર્યોદય યોજનાને ગણાવી કિસાન સામાન્ય યોજના!

વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વિવાદ જાણે એક બીજાના પર્યાય બની ગયા છે. વડોદરાના વાઘોડીયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક કાર્યક્રમમાં હાજરી આપી અને બોલ્યા એવું કે થઈ ગયો વિવાદ.

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી વાટ્યો ભાંગરો, કિસાન સૂર્યોદય યોજનાને ગણાવી કિસાન સામાન્ય યોજના!

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વિવાદ જાણે એક બીજાના પર્યાય બની ગયા છે. વડોદરાના વાઘોડીયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે એક કાર્યક્રમમાં હાજરી આપી અને બોલ્યા એવું કે થઈ ગયો વિવાદ. વડોદરાના ડભોઇમાં આવેલા પણસોલી ગામે કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાના વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે બે અલગ-અલગ વિવાદ ઉભા થયા.

વાટ્યો ભાંગરો:
કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાંગરો વાટ્યો,,, કિસાન સૂર્યોદય યોજનાના બદલે બોલ્યા કિસાન સામાન્ય યોજના,,, આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર હાજર રહ્યા હતા. મધુ શ્રીવાસ્તવના ભાષણ બાદ આ વીડિયો ક્લિપ સોશલ મીડિયામાં વહેતી થઈ હતી.

આપ્યું વિવાદિત નિવેદન:
વડોદરાના વાઘોડીયા વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાંગરો વાટ્યા બાદ વિવાદીત નિવેદન આપ્યું હતું. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, ડેરીમાં ચૂંટાયેલા લોકો પોતાનું ભલું કરી રહ્યા છે. વધુમાં કહ્યું કે, ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે. કાજુ અને પિસ્તામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ તમામ લોકોની ફાઈલ તૈયાર કરી રહ્યો છું આ અંગે હું PMને પણ રજુઆત કરવાનો છું. વધુમાં કહ્યું કે, બરોડા ડેરીમાં ભાજપની સત્તા છે. લોકોના કામ નથી થઈ રહ્યા જેથી હું ડેરીની ચૂંટણી નથી લડતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news