ગરોળી જેવા માણસો જોયા છે જે દિવાલ પર ચડીને કરે છે ચોરીઓ, પોલીસ પણ અચંબિત

Updated By: Oct 27, 2020, 11:12 PM IST
ગરોળી જેવા માણસો જોયા છે જે દિવાલ પર ચડીને કરે છે ચોરીઓ, પોલીસ પણ અચંબિત
પ્રતિકાત્મક તસવીર

* ચીપકલી ગેંગ પોલીસ સંકજામાં આવી
* ગરોળીની માફક દીવાલ પર ચઢી ચોરી કરવા ઘૂસતા
* આંતરરાજ્ય ગેંગ અગાઉ પણ ઝડપાઇ ચુકી છે
* બસમાં આવીને અવાવરું જગ્યાએ રોકાતા આરોપીઓ

ઉદય રંજન/અમદાવાદ : શહેરની કાલુપુર પોલીસે એવી ગેંગ પકડી જે ગેંગનું નામ છે ચીપકલી ગેંગ. બિલકુલ ગરોળીની જેમ આ ગેંગના સભ્યો દીવાલ પર ચઢીને જ ચોરી કરવા માટે અંદર ઘૂસતા હતા. આંતરરાજ્ય ગેંગના ત્રણ લોકોને પકડી કાલુપુરમાં એક સાથે થયેલી પાંચ દુકાનની ચોરીનો ભેદ ઉકેલાયો છે. નૂર મહોમદ શેખ, સલમાન ખાન શેખ અને મુશરફ ઉર્ફે હાડો શેખ નામના આરોપીઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ લોકો ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે. આરોપીઓએ તાજેતરમાં જ કાલુપુર વિસ્તારમાં પાંચેક દુકાનોમાં પાંચેક લાખની ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ લઈને ભાગે તે પહેલા જ આરોપીઓની કાલુપુર પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો.

જો ડાકોર દર્શન કરવા માટે જવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર વાંચજો નહી તો પસ્તાશો

આરોપીઓ જેલમાંથી બહાર આવી અન્ય રાજ્યોમાંથી શહેરમાં બસ મારફતે આવતા અને બાદમાં જે તે જગ્યાની રેકી કરતા હતા. ક્યાંથી તેઓ ચઢી શકે અને જે તે મકાન કે દુકાનમાં ઘુસી શકે તેનો પ્લાન બનાવતા. આટલું જ નહીં પ્લાન મુજબ ચોરી કરવા જતા એ પહેલા અનેક દિવસો સુધી બિનવારસી જગ્યાએ અવાવરું જગ્યાએ રોકાતા. બાદમાં ચોરી કરવા જાય ત્યારે ચીપકલી એટલે કે ગરોળીની માફક ચોરી કરવા જતા હતા.


(પોલીસ દ્વારા ઝડપી લેવાયેલો આરોપી)

મારામારીના કેસમાં ઝડપાયેલા કિશોરનું સંરક્ષણ ગૃહમાં નિપજ્યું મોત, પોલીસ પર પરિવારના આક્ષેપો

આરોપી નૂર મહોમદ શેખ સામે 21 ગુના, સલમાન ખાન શેખ સે 10 અને મુશરફ ઉર્ફે હાડો શેખ સામે બે ગુના નોંધાયેલા છે. અન્ય રાજ્યોની પોલીસ પણ આરોપીઓ શોધી રહી હતી તેવામાં કાલુપુર પોલીસે ઝડપી પાડતા અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, આ ગેંગને ઝડપવી પોલીસ માટે પણ એક પડકારજનક બાબત હતી. આ ગેંગને ટ્રેક કરવી ખુબ જ  મુશ્કેલ હતી કારણ કે તેઓ મોબાઇલ જેવી કોઇ પણ વસ્તું વાપરતા નહોતા જેથી ઓળખાઇ આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube