અમદાવાદનો વિચિત્ર કિસ્સો! NRI હોવાનું કહી વેપારીને દેખાડ્યા ડોલર, કર્યો હિપનોટાઈઝ, અને પછી આંખો સામે...

અમદાવાદના બોપલ પાસે મણિપુર ગામમાં મીની મોલ ચલાવતા અશોકભાઈ બલદેવ બપોરના સમયે દુકાન પર બેઠા હતા ત્યારે એક સ્ત્રી, પુરુષ એક બાળકી સાથે આવ્યા હતા અને દુકાનમાંથી છાશ અને કોલ્ડ્રિંકસ ખરીદી હતી. 

અમદાવાદનો વિચિત્ર કિસ્સો! NRI હોવાનું કહી વેપારીને દેખાડ્યા ડોલર, કર્યો હિપનોટાઈઝ, અને પછી આંખો સામે...

મૌલિક ધામેચા/અમદાવાદ: બોપલ પાસેના મણિપુર ગામમાં એક વેપારી સાથે અજીબોગરીબ રીતે ઠગાઇ થઈ. બપોરના સમયે એક કપલ નાની બાળકી સાથે આવ્યા હતા અને વેપારીને હિપનોટાઈઝ કરીને રૂપિયાની ચોરી કરી. એવી તો કઈ તરકીબ અજમાવી અને વેપારીને શું વાત કરી કે જેનાથી આ વેપારીની નજર સામે જ તેના ગલ્લામાંથી ચોરી કરી પણ વેપારી કઈ બોલ્યા નહિ.

ખુરશી પર બેઠેલા વેપારી અને તેની નજર સામે જ કોટી પહેરેલી આ વ્યક્તિ ગલ્લામાંથી રૂપિયા લઈ રહ્યો છે પણ વેપારી કઈ બોલતા નથી. આ ઘટના છે અમદાવાદના બોપલ પાસે આવેલી મણિપુર ગામની. મણિપુર ગામમાં મીની મોલ ચલાવતા અશોકભાઈ બલદેવ બપોરના સમયે દુકાન પર બેઠા હતા ત્યારે એક સ્ત્રી, પુરુષ એક બાળકી સાથે આવ્યા હતા અને દુકાનમાંથી છાશ અને કોલ્ડ્રિંકસ ખરીદી હતી. 

જે બાદ ખરીદી કરેલી વસ્તુના રૂપિયા આપ્યા હતા અને વેપારીને જણાવ્યું કે અને લોકો NRI છીએ. જેથી અમારી પાસે ભારતીય ચલણી નોટો નથી. જો તમે વસ્તુના બદલે ડોલર સ્વીકારો તો અમે બીજી વસ્તુની ખરીદી કરીએ. જે બાદમાં તે વ્યક્તિએ પોતાના પર્સમાં પડેલા ડોલર વેપારીને બતાવ્યા અને બાદમાં જાણે કે વેપારીને કોઈ વાતનો ખ્યાલ જ નો હોય તેમ NRIની ઓળખ આપનાર વ્યક્તિ ગલ્લા પાસે પહોંચી ગયો અને ગલ્લામાંથી રૂપિયાની ચોરી કરી. 

જોકે અજાણ્યો વ્યક્તિ ગલ્લામાંથી રૂપિયા પોતાના પર્સમાં રાખ્યા ત્યારે દુકાનમાં કામ કરી રહેલી છોકરો ત્યાં આવી પહોંચતા અજાણ્યા સ્ત્રી, પુરુષ અને બાળકી ત્યાંથી નાસી ગયા હતાં. જે બાદ દુકાનના માણસે વેપારીને પૂછતા વેપારીને કઈ પણ ખ્યાલ નહિ હોવાનું જણાવ્યું હતું. વેપારીને શંકા જતા તેને દુકાનના સીસીટીવી ચકાસતા સમગ્ર હકીકત સામે આવી હતી. 

વેપારીના જણાવ્યા મુજબ અજાણ્યા પુરુષે વેપારીને પોતાના પર્સમાં ડોલર બતાવ્યા બાદ વેપારીને કોઈ પણ વસ્તુનો ખ્યાલ રહ્યો નો હતો. જોકે ગલ્લા સુધી અજાણ્યો વ્યક્તિ પહોચ્યો અને વેપારીની નજર સામે જ ગલ્લામાં હાથ નાખી રોકડા રૂપિયા ચોરી લીધા હતા. હાલ તો વેપારીની ફરિયાદને આધારે બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ આ મામલાને વેપારીની નજર ચૂકવી ચોરી કરી હોવાની ઘટના બતાવી રહી છે. ત્યારે હવે ખરેખર હકીકત શું છે તે આરોપી પકડાયાં બાદ જ ખ્યાલ આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news