પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિશે તમે કેમ કંઈ બોલતા નથી? માયાભાઈ આહીરે આપ્યો આ જવાબ...

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિશે તમે કેમ કંઈ બોલતા નથી? માયાભાઈ આહીરે આપ્યો આ જવાબ...
  • પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો વીડિયો વાયરલ
  • પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવોને કેટલાંક કારણો આપીને તેમણે વ્યાજબી ગણાવ્યા

તેજશ મોદી/સુરત :પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે હવે સોશિયલ મીડિયામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો (viral video) માં માયાભાઈ આહીર એ સવાલનો જવાબ આપી રહ્યા છે. જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા (petrol diesel price) અંગે તમે કેમ કંઈ બોલતા નથી. ત્યારે માયાભાઈ આહીરે એક કાર્યક્રમના મંચ પરથી તેનો જવાબ આપ્યો છે. આ વાયરલ વીડિયોમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીર (mayabhai ahir) ભાજપના ચૂંટણી પ્રચારના મંચ પર જોવા મળી રહ્યા છે અને પેટ્રોલ-ડીઝલના ભાવને કેટલાંક કારણો આપીને વ્યાજબી ગણાવી રહ્યા છે. 

પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે શું કહ્યું માયાભાઈએ...
‘‘મને એક ભાઈએ હમણાં કીધું મને કે આ ડીઝલના પેટ્રોલના ભાવ વધ્યા છે અને તમે કંઈ બોલતા નથી. મેં કીધું તમારી પાસે 100-100 રૂપિયા માગવા નહીં અવાય. આજે ભારત પાસે હથિયાર નથી. કાલે કઈ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય ઈ ખબર નથી. આપણે દિલ ઉપર હાથ મૂકીને કહીએ કે માયા આહીર 3 લાખનો ડાયરો કરે છે તો એમાંથી સરકારને કેટલા પૈસા આપે છે? હું કેટલો ટેક્સ આપું છું? સરકારને આવક શેની છે? તો હું કાંઈ 3 લાખ લઈને ત્રણ તરીને નવ 90 હજાર રૂપિયા ટેક્સ આપતો નથી. આ તો સહજ વાત કરું છું. તો આજ ભારત પાસે, દેશ પાસે આવક શું? એની સામે તમે આ 3-4 વરસથી તમે જુઓ છો તો કેટલી બધી કોરોનાથી માંડીને કેટલી-કેટલી તકલીફો આવી. એક પણ માણસ... આપણે રળીએ તો દેશમાં આવક થાય. તો જાણે વિશ્વ જ્યારે લૉક થઈ ગયું હોય એની સામે કેટલા-કેટલા વૈજ્ઞાનિકો ધરાવનારું અમેરિકા, પેરિસ, ફ્રાન્સ, તો એ તો બધા મોટા વૈજ્ઞાનિકો છે. તો આપણા દેશ પાસે આવા પણ ડૉક્ટર બેઠા હતા કે વિશ્વમાં પહેલી વહેલી કોઈએ વેક્સીન ગોતી હોય તો ભારતના ડૉક્ટરોએ ગોતી. એટલે આજ વિશ્વની અંદર આપણે હું ને તમે માથું ઊંચું કરીને ચાલી શકીએ છીએ. તો આ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ. ધારે તો સરકાર હું એમ કહું કે 60 રૂપિયામાં પેટ્રોલ વેચી શકે, 50 રૂપિયામાં ડીઝલ વેચી શકે પણ થોડોક ભાવ વધારો ઈ માટે કર્યો કે મધ્યમ વર્ગના માણસો જ આ ડીઝલ કે પેટ્રોલનો વધારે ઉપયોગ કરવાના છે. તો એમ માની લેજો કે મારું અને તમારું ફંડ દેશનાં હથિયાર લેવામાં જઈ રહ્યું છે એવું વિચારીને ય તે આજની પરિસ્થિતિમાં કોઈ આપણાં મગજ ફેરવવાની વાતું કરે તો એને ચેલેન્જ મારીને કહેજો કે આવી રીતનું કોઈએ ટાર્ગેટ કર્યું નથી. આજે રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે, કોણ કરી શકે? આમ ગણો તો 700 વર્ષનો પ્રશ્ન....’’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news