નાફેડ અને રાજ્ય સરકાર વચ્ચેની બેઠક સફળ, એક સપ્તાહમાં ખેડૂતોને મળી જશે રકમ
આ સાથે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું કે, નાફેડ અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ વિવાદ નથી.
Trending Photos
ગાંધીનગરઃ નાફેડ અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ અંગે નાફેડના મુખ્ય સચિવે સંજીવ ચડ્ડાએ રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સંજીવ ચડ્ડાએ જણાવ્યું કે. અમારી રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે. અમારો એક ધ્યેય છે કે ખેડૂતોની મગફળીની ખરીદી સારી રીતે કરવામાં આવે. આશરે 10 હજાર ખેડૂતો પાસેથી મગફળી લેવામાં આવશે. ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અમે એક પ્રક્રિયા બનાવી છે.
તેમણે કહ્યું કે, મગફળીના દરેક બારદાન પર ખેડૂતોનો માલ હશે તેની વિગત નોંધવામાં આવશે. 90 દિવસ સુધી આ ખરીદી ચાલું રહેશે. દરેક એપીએમસીમાં દરરોજ 100 ખેડૂતોને બોલાવવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યની સરકાર સાથે મળીને ધ્યાન રાખશે કે, ખેડૂતોને મગફળીની સારી અને સાચી કિંમત મળે.
મુખ્ય સચિવે વધુમાં જણાવ્યું કે, ખેડૂતોને એક સપ્તાહમાં તેનું વળતર મળી જશે. જેમાં એક-બે દિવસ મોડું થઈ શકે છે. કોઈ ખેડૂતે ગભરાવવાની જરૂર નથી. બધાને પોતાનું યોગ્ય વળતર મળી જશે.
તેમણે બારદાનની ઘટ અંગે કહ્યું કે, મેળવેલ સામાનમાંથી બારદાનની ઘટ હતી પરંતુ તમામ ટેક્નિકલ ખાનીને દૂર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, નાફેડ અને સરકાર વચ્ચે કોઈ વિખવાદ નથી.
આ અંગે રાજ્યના મુખ્યસચિવ જે.એન.સિંઘે જણાવ્યું કે, નાફેડ સાથે બેઠક સારી રહી છે. તમામ ટેકનિકલ ક્ષતીને દૂર કરવામાં આવશે. જરૂરીયાત મુજબ અન્ય રાજ્યોમાંથી બારદાન લાવવામાં આવશે. ખેડૂતોને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે ધ્યાન રાખવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે