ડોનાલ્ડ ટ્રમ્પને છૂટાછેડા આપવા જઈ રહી છે પત્ની મેલાનિયા? એક રિપોર્ટમાં ખુલાસો
અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. તે પ્રમાણે ટ્રમ્પ વધુ એક મોટી મુશ્કેલીમાં ફસાય શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. તે પ્રમાણે ટ્રમ્પ વધુ એક મોટી મુશ્કેલીમાં ફસાય શકે છે. રાજકીય કરિયરમાં મોટી હારનો સામનો કર્યાના થોડા કલાકો બાદ સામે આવ્યું કે, તેમનું પારિવારિક જીવન પણ મુશ્કેલીમાં છે.
ટ્રમ્પ પ્રશાસનના એક પૂર્વ સહયોગીના દાવા અનુસાર, મેલાનિયા ટ્રમ્પ (Melania Trump) બસ રાહ જોઈ રહી છે કે ક્યારે ટ્રમ્પ ઓફિસની બહાર આવે અને તે તેને છૂટાછેડા (Divorce) આપે. આ દાવો ધ ડેલી મેલ યૂકેની રવિવારની એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
ટ્રમ્પ દંપત્તિના બેડરૂમ પણ અલગ હતા
સંયુક્ત રાજ્ય અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવેલી તેની પૂર્વ સહયોગી સ્ટેફની વોલ્કોફે આ દાવો કર્યો છે. તેણે ત્યાં સુધી કહ્યું કે, વાઇટ હાઉસમાં ટ્રમ્પ દંપત્તિના બેડરૂમ પણ અલગ-અલગ હતી અને તેના લગ્ન એક સોદો હતો.
તો એક અન્ય પૂર્વ સગયોગી ઓમારોઝા મૈનિગોલ્ડ ન્યૂમેને દાવો કર્યો કે કપલના 15 વર્ષના લગ્ન ખતમ થઈ ગયા છે. તેમણે કહ્યું, મેલાનિયા દરેક પસાર થતી મિનિટ ગણી રહી છે કે ટ્રમ્પ ઓફિસથી બહાર આવે અને તે તેને છૂટાછેડા આપે.
ટ્રમ્પની જીત પર રડી હતી
મેલાનિયા ટ્રમ્પ વિશે કહેવામાં આવે છે કે 2016મા જ્યારે તેમના પતિની જીત થઈ તો તે રડી પડી હતી કારણ કે તેને આશા નહતી કે તે જીતશે. મેલાનિયા સાથે જોડાયેલ આ ઘટના ખુદ તેના મિત્રોએ શેર કરી હતી.
50 વર્ષની મેલાનિયાએ આ પહેલા કહ્યું હતું કે તેના અને તેના પતિ ટ્રમ્પ (74)ની વચ્ચે સંબંધ સારો છે. મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની બીજી પત્ની માર્લા મેપલ્સની સાથે સમજુતી થઈ હતી કે તે તેની સાથે જોડાયેલ ન કોઈ પુસ્તક પ્રકાશિત કરી શકે છે ન ઈન્ટરવ્યૂ આપી શકે છે. એવું લાગે છે કે મેલાનિયાએ પણ આમ મૌન રહેવા માટે સહમત થવું પડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે