પિતા-પુત્રીનો સંબંધ લજવાયા! સગી દીકરીને અશ્લીલ વીડિયો બતાવી પિતાએ 6 મહિના સુધી પીંખી

મહેસાણામા બનેલી એક ઘટના બાદ આ સગીર દીકરીને એમ થતું હશે કે હું આ ઘરમાં જન્મી જ શા માટે? મહેસાણાના વિસનગર રોડ વિસ્તારની આ ઘટનામાં નરાધમ પિતાએ સગીર દીકરી પર છ માસથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 

Trending Photos

પિતા-પુત્રીનો સંબંધ લજવાયા! સગી દીકરીને અશ્લીલ વીડિયો બતાવી પિતાએ 6 મહિના સુધી પીંખી

તેજસ દવે/મહેસાણા; દિકરી વહાલનો દરિયો. પિતાએ દિકરી માટે હિરો હોય છે. જે પોતાની પણ ખુશી બાજુ માં મૂકીને દિકરીની ખુશી વિશે વિચારે છે. દિકરી માટે એના પિતા જ મુખ્ય સ્થાને હોય છે. કારણ કે પિતાએ સૌ પ્રથમ પોતાનું ધ્યાન રાખવાનું ભૂલીને પણ દિકરીનું ધ્યાન રાખે છે. પરંતુ મહેસાણા વિસ્તારની બનેલી એક ઘટના સાંભળીને તમને એમ થશે કે આવા પિતાને તો જીવવાનો અધિકાર પણ નથી. આ નરાધમ પિતાએ વ્હાલનો દરિયો સગીર દીકરી પર વ્હાલ વરસાવવાને બદલે પોતાની હવસનો શિકાર બનાવી દીધી. આ નરાધમ પિતાએ સગીર દીકરી પર છ-છ માસ સુધી દુષ્કર્મ ગુજારતો રહ્યો.

સગીર દીકરી પર છ માસથી દુષ્કર્મ આચર્યું
જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય એનું નામ દીકરી. દીકરીના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું. નસીબદાર વ્યક્તિના ધરે જ દીકરી જન્મ લે છે. પરંતુ મહેસાણામા બનેલી એક ઘટના બાદ આ સગીર દીકરીને એમ થતું હશે કે હું આ ઘરમાં જન્મી જ શા માટે? મહેસાણાના વિસનગર રોડ વિસ્તારની આ ઘટનામાં નરાધમ પિતાએ સગીર દીકરી પર છ માસથી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. 

દીકરીને મોબાઇલમાં અશ્લીલ વિડિયો બતાવતો
આ નરાધમ પિતાનું નામ છે હર્ષદગીરી ભરતગીરી બાવા. કે જે એક પુત્ર અને બે દીકરીનો પિતા છે. પોતે ડ્રાઇવર છે અને તેની પત્ની પણ ખાનગી નોકરી કરે છે. પિતા હર્ષદગીરી પોતાની 15 વર્ષની સગીર દીકરીને અવારનવાર હાથ પકડીને પોતાના જ ઘરમાં ઉપરના રૂમમાં લઈ જતો હતો. અને મોબાઇલમાં અશ્લીલ વિડિયો બતાવી સગી દીકરી પર દુષ્કર્મ આચારતો હતો. એક દિવસ નાની દીકરી જોઈ ગઈ કે તેના પિતા મોટી બહેનને હાથ પકડીને ઉપરના રૂમમાં લઈ જાય છે અને એ દરમિયાન તેને નીચેના રૂમમાં બંધ કરી દીધી.

ધમકી આપી છ મહિનાથી અવારનવાર દીકરીને પીખતો
સમગ્ર ઘટના તેની માતા આવતા આવતા નાની દીકરીએ માતાને હકીકત જણાવી. જે જાણતા જ સગીરાની પૂછપરછ માં સમગ્ર હકીકત બહાર આવી. ચોધાર આંસુએ રડતી 15 વર્ષીય સગીરાએ જણાવ્યું કે તેનો જ પિતા તેને અશ્લીલ વિડિયો બતાવી દુષ્કર્મ આચરતો હતો અને ધમકી આપતો કે કોઈને કહીશ તો તારી માતા અને નાના ભાઈને મારી નાખીશ. આમ ધમકી આપી છ મહિનાથી અવારનવાર આ નરાધન પિતા પોતાની જ દીકરીને પીખતો હતો. 

પિતાએ પોતાની હવસની ફરમાઈશ પૂરી કરી
પિતા અને પુત્રીનો સંબંધ એક નિર્મળ સાગર જેવો હોય છે, દીકરીઓ પિતાની લાડકી હોય છે. એટલે જ જ્યારે આપની લાડકીને કોઈ વસ્તુની કે રમકડાની કે નવા કપડાંની કે નવી સાઇકલની જરૂર હોય ત્યારે પપ્પાને કહે છે અને પપ્પા તેની ફરમાયશ પુરી કરે છે…! પરંતુ આ ઘટનામાં તો પિતા પોતાની હવસની ફરમાઈશ પૂરી કરવા સગી દીકરીને પણ ના છોડી અને દીકરી પર જ પાશવી બળાત્કાર ગુજારતો રહ્યો. પત્નિ હોવા છતાં તેની હવસ નહોતી સંતોષાતી!? પત્નિ નોકરી જાય એટલે દીકરીને હવસનો શિકાર બનાવવી? આ કયા પિતાને શોભે તેવું કૃત્ય છે? ભોગ બનનાર દીકરી નહિ પણ દુનિયાની કોઈ પણ દીકરી આવા પિતા જે કદાપિ માફ નહિ કરે.

દીકરી પર દુષ્કર્મ અંગે ફરિયાદ
આ ઘટના સાંભળનાર દરેક દીકરી એમ ઈચ્છશે કે આવા પિતા મળવા કરતા જન્મ ના લેવો સારો. પરંતુ પાપ હંમેશા છાપરે ચડી પોકારે છે તેમ આ નરાધમ પિતા નું પાપ તેની નાની દીકરી એ પોકાર્યું અને માતા ને સમગ્ર ઘટના જણાવી દેતા નાની દીકરીના સાહસે મોટી બહેનની જીંદગી બચાવી લીધી. અને માતા એ પોતાના જ પતી વિરૂદ્ધ દીકરી પર દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતા હર્ષદગીરી ભરતગીરી બાવા ને જેલ હવાલે કરી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

એક પિતાના નામ પર લાંછન લગાવતો કિસ્સો હાલ તો મહેસાણામાં ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે મહેસાણા એ ડિવિઝન પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news