ઘરમાં ટાઈલ્સ નાંખવાની માથાકૂટમાં પતિએ પત્નીને પતાવી દીધી, લાશ છુપાવીને નોકરી પર જતો રહ્યો

Mehsana News : ઘરમાં ટાઇલ્સ નાખવા મુદ્દે થઈ હતી માથાકૂટ... માથાકૂટમાં પત્નીએ પતિને લાફો માર્યો... પત્નીએ લાફો મારતાં પતિએ પત્ની પર કર્યો ઘાતકી હુમલો... વિફરેલા પતિએ પત્નીની હત્યા કરી.... પછી પત્નીની લાશ ઘરની પાછળ સંતાડીને નોકરી પર જવા નીકળી ગયો 

ઘરમાં ટાઈલ્સ નાંખવાની માથાકૂટમાં પતિએ પત્નીને પતાવી દીધી, લાશ છુપાવીને નોકરી પર જતો રહ્યો

Husband Killed Wife તેજસ દવે/મહેસાણા : પતિ પત્ની વચ્ચે સામાન્ય માથાકૂટ તો ચાલતી રહેતી હોય છે, પરંતુ આ સામાન્ય માથાકૂટ જ્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લે ત્યારે ગંભીર સ્થિતિનું નિર્માણ પણ થઈ જતું હોય છે. આવું જ કંઈક મહેસાણા વીસનગરમાં બન્યું છે. ઘરમાં માત્ર ટાઇલ્સ નાંખવાની ચર્ચા પતિ-પત્ની વચ્ચે માથાકૂટમાં પરિણમી અને ટાઇલ્સ નાખવાની માથાકૂટમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી. ટાઇલ્સ નાંખવાની ચર્ચામાં કેવી રીતે પતિએ પત્નીની હત્યા કરી જુઓ.

પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતોમાં ઝઘડા થતા રહેતા હોય છે. અને જો બંને વચ્ચે સમજણ હોય તો તરત સમાધાન પણ થઈ જતું હોય છે. પરંતુ અમુક ઘટનામાં આવી નાની માથાકૂટું સ્વરૂપ ધારણ કરી લે છે. આવું જ કઈક બન્યું મહેસાણા વીસનગરના લાછડી ગામે. વિસનગરના લાછડી ગામે દક્ષાબેન દંતાણી તેના પતિ રાજુભાઈ દંતાણી સાથે લગ્નજીવન પસાર કરી રહ્યા હતા. ગતરોજ તેમના ઘરે ટાઇલ્સ નાંખવાની ચર્ચા ચાલતી હતી. અને પતિ પત્ની વચ્ચે ટાઇલ્સ નાંખવાની ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. અને આ ઉગ્ર સ્વરૂપ એટલું ભયંકર બન્યું કે પતિ રાજુ દંતાણીએ પોતાની પત્ની 24 વર્ષીય દક્ષા દંતાણી ઉપર ઘાતકી હુમલો કરી નાંખ્યો. 

રાજુ દંતાણીએ તેની પત્ની દક્ષા દંતાણીને ધક્કો મારતા દક્ષા દંતાણી નીચે પટકાઈ. નીચે પડકાયેલી દક્ષા દંતાણીને માથાના ભાગે ટાઈલ્સ વાગી હતી. જેથી ઉશ્કેરાયેલી દક્ષા દંતાણીએ તેના પતિ રાજુ દંતાણીને લાફો ઝીંકી દીધો. જેથી રાજુ દંતાણી વધુ ઉશ્કેરાયો અને ટાઇલ્સ લગાવવાના સાધન લેલાથી તેની પત્ની દક્ષા દંતાણીના ગળાને ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી દીધી. જોત જોતામાં પત્નીનુ પ્રાણ પખેરુ ઉડી ગયું હતું.

રાજુ દંતાણીએ તેની પત્ની પર હુમલો કરી હત્યા કરી નાખી. આટલું ઓછું હોય તેમ રાજુ એ તેની પત્નીનું ગળું દોરીથી બાંધી ખેંચવાનો પ્રયત્ન કર્યો. દોરીથી લાશ નહીં ખેંચી શક્તા રાજુએ તેની પત્નીની લાશને ઢસેડીને ઘરના પાછળના ભાગે મૂકી દીધી. અને પોતે વિસનગર નોકરી પર જવા નીકળી ગય હતો. જેથી પોતાના પર હત્યાની શંકા પણ ન જાય.

રાજુ દંતાણી પોતાની પત્નીની હત્યા પોતે કરી હોવાનું છુપાવવા હત્યા બાદ વીસનગર નોકરી જતો રહ્યો હતો, પરંતુ પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે રાજુ દંતાણીની વર્તણૂંક શંકાસ્પદ જણાવી આવી હતી. શંકાસ્પદ રાજુની સૌ પ્રથમ સઘન પૂછપરછ શરૂ કરી દીધી હતી. એ દરમિયાન રાજુ દંતાણી ભાંગી પડ્યો હતો અને પોતે જ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલી લીધું હતું. 

હાલ પોલીસે રાજુ દંતાણી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં એવું પણ જાણવા મળ્યું હતું કે દક્ષા દંતાણીને ત્રણ થી ચાર માસનો ગર્ભ પણ હતો. જેથી રાજુ દંતાણીએ પોતાની પત્નીની નહિ, પરંતુ દુનિયા જુએ એ પહેલા જ પોતાના સંતાનની પણ હત્યા કરી નાંખી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news