Mehsana: સુર્ય દેવ જ પોતાના મંદિરને ચમકતું રાખશે, સરકારે સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ શરૂ કરશે

જિલ્લામાં આવેલા મોઢેરા ગામમાં સૂર્યમંદિરના કારણે દેશ અને વિશ્વમાં પોતાના બાંધકામને કારણે વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે દેશ તથા દુનિયાના લોકો મોઢેરા આવે છે. તેવામાં મોઢેરા ગામને વધારે એક ઓળખ આપવા માટે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ મોડેરામાં બનવા જઇ રહ્યો છે. હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોઢેરામાં 69 કરોડનાં ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્લાન્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સમગ્ર મોઢેરા ગામ અને સુર્યમંદિર સૌરઉર્જાથી જ સંચાલિત થશે. 

Mehsana: સુર્ય દેવ જ પોતાના મંદિરને ચમકતું રાખશે, સરકારે સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ શરૂ કરશે

તેજસ દવે/મહેસાણા : જિલ્લામાં આવેલા મોઢેરા ગામમાં સૂર્યમંદિરના કારણે દેશ અને વિશ્વમાં પોતાના બાંધકામને કારણે વિખ્યાત છે. સૂર્યમંદિરના કારણે દેશ તથા દુનિયાના લોકો મોઢેરા આવે છે. તેવામાં મોઢેરા ગામને વધારે એક ઓળખ આપવા માટે દેશનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ મોડેરામાં બનવા જઇ રહ્યો છે. હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોઢેરામાં 69 કરોડનાં ખર્ચે દેશનો પ્રથમ સોલાર પ્લાન્ટ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી સમગ્ર મોઢેરા ગામ અને સુર્યમંદિર સૌરઉર્જાથી જ સંચાલિત થશે. 

સૂર્ય દેવની આરાધના માટે રાજા ભીમદેવ પહેલાએ અગિયારમી સદીમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મોઢેરા ગામને  સૂર્ય ઉર્જાથી પ્રજ્વલીત કરવાનો નવતર પ્રોજેક્ટ ગજરાત સરકાર અને કેન્દ્રના સહયોગથી આ પ્રોજેક્ટ મહિનાઓમાં પુર્ણ કરવાનો ટાર્ગેટ છે. ત્યાર બાદ PM મોદીના હસ્તે સમગ્ર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. દેશનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરાથી 3 કિલોમીટર દુર સ્થિત છે. સુજાણપુરા ગામની બહાર 69 કરોડના ખર્ચે બની રહેલા પ્રોજેક્ટ માટે સરકાર 12 એકર જમીન ફાળવી છે. જ્યાં સોલાર  ફોટોવોલ્ટેઇક પેનલ લગાવાઇ છે. જેમાં ત્રણ મેગાવોટ અને એક એવા બે યુનિટ મેગાવોટની ક્ષમતાવાળા પ્રોજેક્ટ ઉભા કરાશે. સાથે સાથે લીથીયમ બેટરીવાળી બીએસએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. 

69 કરોડ રૂપિયાના ખર્ચ ધરાવતો આ પ્રોજેક્ટ રાજ્ય સરકારની નોડલ એજન્સી ગુજરાત પાવર કોર્પોરેશન લીમીટેડ દ્વારા મહિન્દ્રા કંપની લિમિટેડનો છે. દક્ષિણ કોરિયાથી ટેક્નોલોજી આયાત કરે છે. જેમાં વિશેષતા એવી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ બીઇએસેસ ધરાવતા બજેટના ઉત્પાદિત સોલાર એનર્જીનો ઉપયોગ રાત્રે પણ કરવામાં આવશે. 69 ખર્ચે ખર્ચે 271 ઘરો પર સોલાર રૂફટોપ લગાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વીજળી ઘરના માલિકો ગ્રેડમાં વહેંચી પણ સ્માર્ટ લગાવાશે. બિનપરંપરાગત ઉર્જા પર પ્રભાવ કે આ પ્રોજેક્ટ માટે 50 ટકા લેખે રૂપિયા 2.5 કરોડ ફાળવાયા છે. સુર્ય મંદિર આરટીઓ લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હસ્તક હોવાથી તેની પરમીશન મેળવી અને મંદિરના પરિસરમાં પાર્કિંગ પ્લોટ ખાતેથી સમગ્ર સિસ્ટમ ઓપરેટ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news