હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ

હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, કચ્છ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. અને 40 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવન ફુંકાઇ શકે છે. આ આગાહી સાંગોપાંગ સાચી ઠરી હતી. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. 

Updated By: Apr 19, 2021, 11:45 PM IST
હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ
પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આજે આગાહી કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, કચ્છ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. અને 40 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડથી પવન ફુંકાઇ શકે છે. આ આગાહી સાંગોપાંગ સાચી ઠરી હતી. સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. 

રાજકોટમાં સોની પરિવારે PSI ને બાનમાં લીધા, પોલીસના ધાડેધાડા ઉતરી આવ્યા અને સર્જાયા ફિલ્મી દ્રશ્યો

અમરેલીનાં જાફરાબાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લોર, હેમાળ સહિત અનેક ગામોમાં ઝાપટું પડ્યું હતું. આ ઉપરાંત વાડિયામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. વાડિયા, મોરવાડા, ખાખરીયા, ખડખડ સહિતનાં ગામોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યાં હતા. આ ઉપરાંત ઉનાના ગીરગઢતા તાલુકામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. લોકોનાં ઘરનાં છાપરા ઉડ્યા હતા. ભારે પવનનાં કારણે કેરી અને તલનાં પાકને નુકસાન પહોંચ્યું હતું. 

RTPCR રિપોર્ટ નેગેટિવ આવે તો હરખાઇ જવાની જરૂર નથી, જાણી લો ચોંકાવનારો ઘટસ્ફોટ

જેતપુર અને  જામકંડરણામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. જેતપુર પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોને પાકનુકસાનીનો ભય પેઠો હતો. ઓછામાં પુરૂ હોય તેમ કમોસમી વરસાદની સાથે સાતે વરસાદ પણ મોટા પ્રમાણમાં પડ્યો હતો. જેના કારણે સ્થિતી ગંભીર પેદા થઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube