Corona ની બીજી લહેર ક્યારે ખતમ થશે, સંક્રમણથી કેવી રીતે બચી શકો? જાણો જવાબ

Coronavirus: મેડજીનોમ લેબ્સ લિમિટેડમાં સંક્રામક રોગોના પ્રમુખ વૈજ્ઞાનિક ડો.ગુનિશા પસરિચા જણાવે છે કે દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ક્યાં સુધી રહેશે. 

Corona ની બીજી લહેર ક્યારે ખતમ થશે, સંક્રમણથી કેવી રીતે બચી શકો? જાણો જવાબ

નવી દિલ્હી: કોરોના (Corona Virus) સંક્રમણના પ્રભાવને ઓછો કરવા માટે રસી ખુબ કારગર છે. કોરોનાની બીજી લહેરમાં વાયરસ સતત મ્યૂટેટ થઈ રહ્યો છે. મેડજીનોમ લેબ્સ લિમિટેડમાં સંક્રામક રોગોના પ્રમુખ વૈજ્ઞાનિક ડો.ગુનિશા પસરિચા જણાવે છે કે દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રભાવ ક્યાં સુધી રહેશે. 

કેમ જરૂરી છે રસી
કોરોના સંક્રમણ માટે હાલ જે રસી આપવામાં આવી રહી છે તે બધી ખુબ પ્રભાવશાળી છે. આ તમામ રસીઓ 60-70 ટકા સુધી પ્રભાવશાળી છે. જો તમે રસી લો છો તો તમને ચેપ લાગવાનું જોખમ ઓછું રહે છે. જો તમે રસી નથી લીધી તો તમારા શરીર પર સંક્રમણનો પ્રભાવ વધુ રહે છે. 

ડો.ગુનિશા પસરિચા જણાવે છે કે રસી અંગે જે પણ રિસર્ચ કરવામાં આવ્યા છે તેમાં એ સામે આવ્યું છે કે મહિલાઓમાં રસી મૂકાવ્યા બાદ ક્લોટિંગની સમસ્યા જોવા મળી છે. પરંતુ આમ છતાં મારું માનવું છે કે દેશમાં 25-40 વર્ષના લોકોને પણ કોરોનાની રસી મળવી જોઈએ. જો કે અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે હવે 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 1 મેથી રસી આપવાની જાહેરાત કરી છે. 

તેમણે વધુમાં કહ્યું કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનમાં અમને નવા લક્ષણો પણ જોવા મળી રહ્યા છે. જેમ કે પેટમાં દુખાવો, ઝાડા થવા, બેચેની, હાડકચર તાવ, આવું એટલા માટે થાય છે કારણ કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન અનેક વાયરસોનું મિશ્રણ છે. 

ક્યારે ખતમ થશે કોરોનાની આ બીજી લહેર
તેમણે કહ્યું કે સૌથી પહેલા તો આપણે એ સમજવું જોઈએ કે વાયરસની કોઈ સીઝન હોતી નથી. તેના સંક્રમણનો પ્રભાવ ગરમી અને ઠંડી બંનેમાં એક જેવો રહી શકે છે. 

આ વાયરસના પ્રભાવમાં હવે કમી આવશે, તેવું ખુબ નિશ્ચિતપણે તો કહી શકાય નહી. કોઈ પણ વાયરસનો એ નેચર હોય છે કે તેની લહેર  લગભગ ત્રણ મહિના એટલે કે 12 અઠવાડિયા સુધી રહે છે.

લોકડાઉન જ એકમાત્ર ઉપાય
અનેક વૈજ્ઞાનિકોનું પણ માનવું છે કે આપણા દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા ખુબ નબળી છે અને જે રીતે દેશમાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને જોતા લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે. સરકારો જેટલું જલદી દેશમાં લોકડાઉન લાવશે એટલું  જલદી દેશમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી શકશે. 

માસ્ક પહેરવું ખુબ જરૂરી
કોરોના વાયરસનું સંક્રમણ આંખો, નાક અને મોઢાથી ફેલાય છે. આથી માસ્ક આપણા માટે ખુબ જરૂરી છે. હવે સંક્રમણને રોકવા માટે આપણે બે માસ્ક પહેરવા પડશે. એક માસ્કથી કામ ચાલશે નહીં. આપણે સૌથી પહેલા એક સર્જિકલ માસ્ક પહેરવો જોઈએ અને ત્યારબાદ તેના ઉપર વધુ એક માસ્ક લગાવવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news